ફેબ્રુઆરીમાં જીએસટી મહેસૂલ વસૂલાત 8.1 ટકા વધીને ₹1.83 લાખ કરોડથી વધુ થઈ
નવી દિલ્હી, 1 માર્ચ (હિ. સ.). ફેબ્રુઆરીમાં દેશનો કુલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) મહેસૂલ વસૂલાત વાર્ષિક ધોરણે 8.1 ટકા વધીને ₹1.83 લાખ કરોડથી વધુ થઈ ગયો. જાન્યુઆરીમાં, જીએસટી મહેસૂલ વસૂલાત ₹1.71 લાખ કરોડ રહી, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં ₹1.69
જીએસટી


નવી દિલ્હી, 1 માર્ચ (હિ. સ.). ફેબ્રુઆરીમાં દેશનો કુલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) મહેસૂલ વસૂલાત વાર્ષિક ધોરણે 8.1 ટકા વધીને ₹1.83 લાખ કરોડથી વધુ થઈ ગયો. જાન્યુઆરીમાં, જીએસટી મહેસૂલ વસૂલાત ₹1.71 લાખ કરોડ રહી, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં ₹1.69 લાખ કરોડ હતી.

જીએસટી ડિરેક્ટોરેટ જનરલે રવિવારે જાહેર કરેલા આંકડામાં જણાવાયું છે કે આયાત આવકમાં ઊંચી વૃદ્ધિએ ફેબ્રુઆરીમાં કુલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) મહેસૂલ વસૂલાતમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે. ડેટા અનુસાર, ફેબ્રુઆરીમાં કુલ જીએસટી મહેસૂલ વસૂલાતમાં સેન્ટ્રલ જીએસટી (સી જીએસટી ) ₹37,473 કરોડ, સ્ટેટ જીએસટી (એસ જીએસટી) ₹45,900 કરોડ અને ઇન્ટિગ્રેટેડ જીએસટી (આઈ જીએસટી) ₹1,00,236 કરોડનો સમાવેશ થાય છે.

ડેટા અનુસાર, ફેબ્રુઆરીમાં ચોખ્ખી જીએસટી આવક ₹1.61 લાખ કરોડને વટાવી ગઈ છે, જે ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં 7.9% વધારે છે. ચોખ્ખી સેસ આવક ₹5,063 કરોડ હતી, જે ગયા વર્ષના ફેબ્રુઆરીમાં ₹13,481 કરોડ હતી. ફેબ્રુઆરીમાં ₹22,595 કરોડના રિફંડ જારી કરવામાં આવ્યા હતા, જે વાર્ષિક ધોરણે 10.2% વધુ છે.

નાણાકીય વર્ષ 2025-26 (1 એપ્રિલ, 2025 થી 1 ફેબ્રુઆરી, 2026) ની શરૂઆતથી જીએસટી આવક વસૂલાત ₹20,27,033 કરોડ થઈ છે, જે વાર્ષિક ધોરણે 8.3% વધુ છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં ₹18,71,670 કરોડ હતી. ફેબ્રુઆરીમાં મહારાષ્ટ્ર, ગુજરાત, તમિલનાડુ અને કર્ણાટકમાં સૌથી વધુ જીએસટી આવક વસૂલાત નોંધાઈ હતી. લદ્દાખ, મિઝોરમ, નાગાલેન્ડ અને મણિપુર એવા રાજ્યોમાં સામેલ હતા જ્યાં જીએસટી આવક સૌથી ઓછી હતી.

હિન્દુસ્થાન સમાચાર/પ્રજેશ શંકર/સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande