ગીરસોમનાથ જિલ્લા એચટાટ સંઘની જનરલ બોર્ડ બેઠકમાં મહત્વપૂર્ણ ઠરાવો
Gujarat, 01 માર્ચ (હિ.સ.) આંકોલવાડી સ્થિત ભગીરથ ફાર્મ હાઉસ ખાતે ગીરસોમનાથ જિલ્લા એચટાટ સંઘ ની જનરલ બોર્ડ બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લામાંથી કુલ ૮૨ જેટલા એચટાટ આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન અગાઉ યોજાયેલી કારોબારી બેઠકના મુદ્દાઓ પર વિગતવ
ગીરસોમનાથ જિલ્લા એચટાટ સંઘની જનરલ બોર્ડ બેઠકમાં મહત્વપૂર્ણ


Gujarat, 01 માર્ચ (હિ.સ.)

આંકોલવાડી સ્થિત ભગીરથ ફાર્મ હાઉસ ખાતે ગીરસોમનાથ જિલ્લા એચટાટ સંઘ ની જનરલ બોર્ડ બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લામાંથી કુલ ૮૨ જેટલા એચટાટ આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા.

બેઠક દરમિયાન અગાઉ યોજાયેલી કારોબારી બેઠકના મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચા અંતે બહુમતીથી મહત્વપૂર્ણ ઠરાવ પસાર કરવામાં આવ્યો કે સંઘ ગીરસોમનાથ એચટાટ શૈક્ષિક સંઘથી અલગ રહી, જિલ્લા કક્ષાએ માન્યતા ધરાવતા ગીરસોમનાથ જિલ્લા એચટાટ સંઘ તરીકે સ્વતંત્ર રીતે કાર્યરત રહેશે.

સર્વસંમતિથી નક્કી કરવામાં આવ્યું કે સંઘ કાયમી રીતે સંગઠિત અને સક્રિય રહેશે. તેમજ જે કોઈ એચટાટ આચાર્ય અન્ય શૈક્ષિક સંઘ સાથે જોડાશે, તેનું ગીરસોમનાથ જિલ્લા એચટાટ સંઘમાંથી સભ્યપદ રદ કરવામાં આવશે.

બેઠકમાં સંઘના નવા હોદ્દેદારોની પણ સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. પ્રમુખ તરીકે વીરલભાઈ ડોડિયા, મહામંત્રી તરીકે જગદીશભાઈ વાઢિયા અને રાજ્યના સભ્ય તરીકે ધીરુભાઈ ભાલીયાની પસંદગી કરવામાં આવી.

બેઠકના અંતે સંઘની એકતા, શૈક્ષણિક હિતોનું રક્ષણ અને સંગઠનની મજબૂતી માટે તમામ સભ્યોએ દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande