
વલસાડ, 01 માર્ચ (હિ.સ.): ઉમરગામ તાલુકાના મરોલી ગામે સંધ્યા ગ્રુપ ઓફ કંપની દ્વારા આશરે ₹25 લાખના ખર્ચે તૈયાર કરાયેલા નવા પ્રવેશ દ્વારનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી અને ધારાસભ્ય રમણભાઈ પાટકર સાથે મળીને દ્વારનું લોકાર્પણ કર્યું.
કાર્યક્રમ દરમિયાન Vapi Industries Associationના પ્રમુખ સતિષભાઈ તેમજ Sarigam Industries Associationના પ્રમુખ કૌશિકભાઈ પટેલ સહિત ઉદ્યોગજગતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત, મિલનભાઈ દેસાઈ, રાકેશભાઈ, ધોડીપાડા ગ્રામ પંચાયતની સરપંચ મીનાબેન, મરોલી ગ્રામ પંચાયતની સરપંચ ગ્રીષ્માબેન, APMCના ડિરેક્ટર વિજયભાઈ પાટકર અને વિવિધ ગામોના સરપંચો તથા જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
આ નવા પ્રવેશ દ્વારથી મરોલી ગામને એક નવી ઓળખ અને સૌંદર્ય મળશે એવી આશા વ્યક્ત કરવામાં આવી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે