હોળી અને ધુળેટીની ઉજવણી માટે જામનગરમાં અનેરો થનગનાટ : શહેરમાં 300થી વધુ સ્થળોએ સાર્વજનિક હોલીકા દહનનું આયોજન
જામનગર, 01 માર્ચ (હિ.સ.) : છોટી કાશીના ઉપનામથી પ્રચલિત એવા જામનગર શહેરમાં સનાતન હિન્દુ ધર્મના અનેક તહેવારો ધામધૂમપૂર્વક ઉજવાય છે, ત્યારે આજે અસત્ય પર સત્યની જીતને ઉજાગર કરતો પ્રસંગ એટલે કે ’હોલિકા દહન’ જેની પણ ભારે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહ
હોળી અને ધુળેટી


જામનગર, 01 માર્ચ (હિ.સ.) : છોટી કાશીના ઉપનામથી પ્રચલિત એવા જામનગર શહેરમાં સનાતન હિન્દુ ધર્મના અનેક તહેવારો ધામધૂમપૂર્વક ઉજવાય છે, ત્યારે આજે અસત્ય પર સત્યની જીતને ઉજાગર કરતો પ્રસંગ એટલે કે ’હોલિકા દહન’ જેની પણ ભારે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે, અને જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં 300થી વધુ સ્થળો પર હોલીકા દહનનો કાર્યક્રમ યોજાયો છે.

જામનગર શહેરના નાના મોટા ચોક, શેરી,ગલ્લી સહિતના વિસ્તારોમાં તેમજ કેટલાક ખાનગી પ્લોટ માં પ્રતિવર્ષ મુજબ આ વખતે પણ હોલિકા દહનનો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે.

સ્થાનિક વિસ્તારના કાર્યકરો વગેરે દ્વારા છણા-લાકડું ગોઠવીને હોળી તૈયાર કરાઇ છે, તેમજ કેટલાક બાળકો દ્વારા છાણાના નાના હાર પણ બનાવાયા છે, અને હોલિકા દહન ના કાર્યક્રમની તૈયારીઓ કરાઈ છે. આસપાસના સમગ્ર વિસ્તાર- ચોક વગેરેને ધજા પતાકા થી સુસજ્જ કરવામાં આવ્યા છે. આને હોળી મહોત્સવની સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા પણ શહેરના આવા અનેક સ્થળો પર સાફ-સફાઈ કાર્ય હાથ ધરીને વધારાની લાઇટિંગની વ્યવસ્થા પણ ગોઠવી આપવામાં આવી છે, અને ઠેર ઠેર હોલિકા દહન ના કાર્યક્રમોની તૈયારીઓ કરવામાં આવી છે. જામનગર શહેરમાં છેલ્લા 70 વર્ષથી શાક માર્કેટ વિસ્તારમાં ભોઈ સમાજ દ્વારા સૌરાષ્ટ્રની સૌથી ઊંચા 25 ફૂટના હોલિકા દહન નો કાર્યક્રમ યોજવામાં આવે છે. આ વખતે પણ ભોઈ સમાજ દ્વારા હોલિકા દહન ની સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે, અને 25 ફૂટની હાઈટ નું હોલિકા નું પૂતળું તૈયાર કરાયું છે.

જામનગરની ઉત્સવ પ્રેમી જનતા દ્વારા હોલિકા મહોત્સવની સાથે સાથે રંગોત્સવ નો પર્વ પણ ભારે ધામધૂમ થી ઉજવવામાં આવે છે. જેની પણ સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. હોલિકા દહન ના કાર્યક્રમ માટેની પૂજા સામગ્રી જેમાં ખાસ કરીને શ્રીફળ, ધાણી, દાળિયા, ખજૂર, પતાસા, સાકર ના હારડા સહિતની સામગ્રીના વેચાણ માટે જામનગર શહેરના અનેક સ્થળે સ્ટોલ ઉભા થયા છે, અને ત્યાં અનેક લોકો ખરીદી માટે પણ ઊમટી રહ્યા છે.

ત્યારબાદ રંગોત્સવ પર્વ ની ઉજવણીના ભાગરૂપે કલર- પિચકારી વગેરે ના વેચાણ માટેના પણ અનેક સ્થળે સ્ટોલ ઊભા થયેલા જોવા મળ્યા છે. નાના ભૂલકા થી માંડીને મોટેરાઓ સુધી દરેક માટે પિચકારીની અલગ અલગ વેરાઈટીઓ મેદાનમાં આવી છે, અને નગરના અનેક લોકો પિચકારી- કલર વગેરેની ખરીદી કરવા માટે ઉભેલા જોવા મળી રહ્યા છે. જામનગર શહેરમાં આશરે 200 થી વધુ સ્થળો ઉપર આવા હંગામી સ્ટોલ ઊભા થયા છે અને ત્યાંથી વેચાણ થઈ રહ્યું છે.

શહેરમા અનેક સ્થળો પર લોકો સાવર ધુળેટી મહોત્સવ મનાવે છે, ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ન બને, અથવા તો કોઈ પર બિનજરૂરી રંગ ના ઉડાળે, તે માટે પોલીસ દ્વારા પણ ખાસ એક્શન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે, અને શહેરના જુદા જુદા વિસ્તારમાં ત્રણેય પોલીસ ડિવિઝનની પોલીસ ટુકડીને દોડતી કરાવાઇ રહી છે, ઉપરાંત ટ્રાફિક સમસ્યા ન સર્જાય, તે માટે ટ્રાફિક શાખા પણ સાબદી બનેલી છે.

જામનગરના યુવા વર્ગ માટે શહેરની આસપાસના હાઇવે હોટલ, ખાનગી પાર્ટી પ્લોટ વગેરે સ્થળો પર ડી.જે. ધમાલ મસ્તીની સાથેના રંગોત્સવ પર્વની પણ તૈયારી થઈ રહી છે, અને લગભગ અડધો ડઝનથી વધુ સ્થળોએ આવા રંગારંગ કાર્યક્રમ યોજાયા છે. જેના માટેના પણ યુવાઓ દ્વારા એડવાન્સ બુકિંગ કરવામાં આવી રહ્યા છે. જ્યાં રેઇન ડાન્સ સહિતની સુવિધા તૈયાર કરી લીધા બાદ ભોજન સહિતની પણ સુવિધા પ્રાપ્ત કરવામાં આવી છે. જેમાં જોડાવા માટે પણ યુવા વર્ગમાં થનગનાટ જોવા મળી રહ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande