
તેહરાન, નવી દિલ્હી,01 માર્ચ (હિ.સ.) ઈરાન પર અમેરિકી અને ઇઝરાયલી
હવાઈ હુમલામાં ઇસ્લામિક ક્રાંતિના નેતા અયાતુલ્લાહ સૈયદ અલી ખામેનેઇના મૃત્યુ બાદ 40 દિવસનો રાજ્ય શોક અને સાત દિવસની જાહેર રજા
જાહેર કરવામાં આવી છે. ઈરાનના રાજ્ય પ્રસારણકર્તા, આઈઆરઆઈબી એ રવિવારે સવારે જાહેરાત કરી કે હુમલામાં
ખામેનીના શહીદ થયા છે.
ઈરાન ઈન્ટરનેશનલે
અહેવાલ આપ્યો છે કે,” ઈરાની મંત્રી પરિષદે તાત્કાલિક સાત દિવસની જાહેર રજા અને 40 દિવસનો રાજ્ય શોક જાહેર કર્યો છે. ત્રણ
સભ્યોની નેતૃત્વ પરિષદ (માર્ગદર્શક મંડલ) ની પણ જાહેરાત કરવામાં આવી હતી.ઠ આઈઆરએનએ
અનુસાર,ઠઆ પરિષદ ચોક્કસ સમયગાળા માટે સુપ્રીમ લીડરની
ભૂમિકા સંભાળશે.”
ઈરાનના બંધારણ
હેઠળ, આવી પરિષદ નવા સુપ્રીમ
લીડરની પસંદગી ન થાય ત્યાં સુધી નેતૃત્વ સત્તાઓ સંભાળી શકે છે. દરમિયાન, ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઈઆરજીસી)
એ જણાવ્યું છે કે,” ઈરાન
ઇસ્લામિક રિપબ્લિકના ઇતિહાસમાં સૌથી ઘાતક હુમલો કરવા જઈ રહ્યું છે. ઈરાનની
અર્ધ-સત્તાવાર ફાર્સ ન્યૂઝ એજન્સી દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી હતી.”
એજન્સીએ કહ્યું કે,” હુમલો થોડીવારમાં શરૂ થશે.”
હિન્દુસ્થાન
સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ