
ટોક્યો, નવી દિલ્હી,01 માર્ચ (હિ.સ.)
મધ્ય પૂર્વમાં વધી રહેલા અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે, જાપાને તેના નાગરિકોની સુરક્ષા માટે સાવચેતીના
પગલાં વધુ તીવ્ર બનાવ્યા છે.
જાપાનના વડાપ્રધાન સાને તાકાઈચીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું
હતું કે,” ઇઝરાયલે, અમેરિકાની
ભાગીદારી સાથે, ઈરાન સામે
પ્રીમેપ્ટિવ હમલો કર્યો છે.” તેમણે જણાવ્યું હતું કે,” સરકારે આ
પ્રદેશમાં રહેતા જાપાની નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે સાવચેતીના પગલાં
લેવાનું શરૂ કરી દીધું છે,
જેમાં સંભવિત
કટોકટી માટે અગાઉથી સ્થળાંતર યોજનાઓનો સમાવેશ થાય છે.”
તાકાઈચીએ જણાવ્યું હતું કે,” તેમણે તાત્કાલિક તમામ સંબંધિત
મંત્રાલયો અને એજન્સીઓને પરિસ્થિતિ અંગે માહિતી એકત્રિત કરવા અને પ્રદેશમાં જાપાની
નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે જરૂરી પગલાં અમલમાં મૂકવા સૂચના આપી છે.”
વિશેષ સૂચના સંકલન કાર્યાલયની સ્થાપના-
સ્થાનિક સમય અનુસાર, સાંજે 4 વાગ્યે વડાપ્રધાન કાર્યાલયમાં ઈરાન
પરિસ્થિતિ માહિતી સંકલન કાર્યાલય ની સ્થાપના કરવામાં આવી હતી, જે વાસ્તવિક
સમયમાં વિકાસનું નિરીક્ષણ અને સંકલન કરે છે.
તાકાઈચી તે સમયે પાર્ટીની મુલાકાતે કનાઝાવા શહેરમાં હતા, નિયમિત અપડેટ્સ
મેળવતા હતા અને જરૂરી સૂચનાઓ જારી કરતા હતા. તેમણે જણાવ્યું હતું કે,” ટોક્યો પરત
ફર્યા પછી, તેઓ કેબિનેટ
મંત્રીઓ પાસેથી વિગતવાર અહેવાલો મેળવશે અને જોખમોનો સામનો કરવા માટે વ્યાપક
તૈયારીઓની સમીક્ષા કરશે.”
જાપાન સરકારે પુનરોચ્ચાર કર્યો કે,” તે પ્રાદેશિક પરિસ્થિતિ
પર નજીકથી નજર રાખી રહી છે અને તેના નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે તમામ
શક્ય પગલાં લેશે.”
હિન્દુસ્થાન સમાચાર / આકાશ કુમાર રાય
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ