જનકલ્યાણમાં સમર્પિત – સ્વાસ્થ્ય માટે સંકલ્પિત: લાખવડમાં નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો
મહેસાણા, 01 માર્ચ (હિ.સ.) મહેસાણા તાલુકાના લાખવડ પગાર કેન્દ્ર શાળા ખાતે CSR ઓ.એન.જી.સી, મહેસાણા એસેટના સહયોગથી અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી મહેસાણા તાલુકા બ્રાન્ચ દ્વારા નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. “જનકલ્યાણમાં સમર્પિત – સ્
જનકલ્યાણમાં સમર્પિત – સ્વાસ્થ્ય માટે સંકલ્પિત: લાખવડમાં નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો


જનકલ્યાણમાં સમર્પિત – સ્વાસ્થ્ય માટે સંકલ્પિત: લાખવડમાં નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો


મહેસાણા, 01 માર્ચ (હિ.સ.) મહેસાણા તાલુકાના લાખવડ પગાર કેન્દ્ર શાળા ખાતે CSR ઓ.એન.જી.સી, મહેસાણા એસેટના સહયોગથી અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી મહેસાણા તાલુકા બ્રાન્ચ દ્વારા નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. “જનકલ્યાણમાં સમર્પિત – સ્વાસ્થ્ય માટે સંકલ્પિત” સૂત્ર સાથે આયોજિત આ કેમ્પનું ઉદ્ઘાટન મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ મેડિકલ કેમ્પમાં ગામ તેમજ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં નાગરિકોએ લાભ લીધો હતો. નિષ્ણાત ડોક્ટરો દ્વારા સામાન્ય ચકાસણી, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ તપાસ, આંખોની તપાસ સહિત આરોગ્ય સંબંધિત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જરૂરિયાતમંદ દર્દીઓને નિઃશુલ્ક દવાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

વક્તાઓએ જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થાય તે માટે આવા કેમ્પો મહત્વપૂર્ણ સાબિત થાય છે. CSR હેઠળ ઓ.એન.જી.સી દ્વારા કરવામાં આવતા સામાજિક કાર્યો સમાજ માટે પ્રેરણારૂપ છે. કાર્યક્રમ અંતે આયોજકો દ્વારા સહયોગી સંસ્થાઓ અને ઉપસ્થિત ડોક્ટરોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande