મહેસાણામાં “રોમાન્સિંગ પ્રિન્ટ સેમિનાર” યોજાયો, પ્રિન્ટિંગ ક્ષેત્રના નવીન વિચારો પરમંથન
મહેસાણા, 01 માર્ચ (હિ.સ.) મહેસાણા ખાતે ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ માસ્ટર પ્રિન્ટર્સ તથા મહેસાણા પ્રિન્ટર્સ એસોસિએશન દ્વારા આયોજિત “રોમાન્સિંગ પ્રિન્ટ સેમિનાર” ઉત્સાહભેર યોજાયો હતો. પ્રિન્ટિંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓ, ટેકનિકલ નિષ્ણાતો અને યુવા પ
મહેસાણામાં “રોમાન્સિંગ પ્રિન્ટ સેમિનાર” યોજાયો, પ્રિન્ટિંગ ક્ષેત્રના નવીન વિચારો પર મंथન


મહેસાણામાં “રોમાન્સિંગ પ્રિન્ટ સેમિનાર” યોજાયો, પ્રિન્ટિંગ ક્ષેત્રના નવીન વિચારો પર મंथન


મહેસાણા, 01 માર્ચ (હિ.સ.) મહેસાણા ખાતે ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ માસ્ટર પ્રિન્ટર્સ તથા મહેસાણા પ્રિન્ટર્સ એસોસિએશન દ્વારા આયોજિત “રોમાન્સિંગ પ્રિન્ટ સેમિનાર” ઉત્સાહભેર યોજાયો હતો. પ્રિન્ટિંગ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓ, ટેકનિકલ નિષ્ણાતો અને યુવા પ્રિન્ટર્સની ઉપસ્થિતિમાં આ સેમિનાર જ્ઞાન અને અનુભવોના આપલે માટે મહત્વપૂર્ણ મંચ સાબિત થયો હતો.

કાર્યક્રમ દરમિયાન પ્રિન્ટિંગ ક્ષેત્રમાં ટેક્નોલોજીના વધતા પ્રભાવ, આધુનિક મશીનરી, ડિઝાઇન ટ્રેન્ડ્સ અને બજારમાં વધતી સ્પર્ધા જેવા મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. નિષ્ણાત વક્તાઓએ પોતાના અનુભવો શેર કરતાં પ્રિન્ટ ઉદ્યોગને નવી દિશા આપતા વિચારો રજૂ કર્યા હતા. ખાસ કરીને ડિજિટલ પ્રિન્ટિંગ અને પર્યાવરણમિત્ર પદ્ધતિઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે આવા સેમિનારોથી ઉદ્યોગકારોને નવી તક અને દિશા મળે છે. પ્રિન્ટિંગ ક્ષેત્રના નવા વિચારો અને અનુભવો સાથેનો આ પ્રસંગ અત્યંત પ્રેરણાદાયક અને યાદગાર રહ્યો હતો. કાર્યક્રમ અંતે આયોજકો દ્વારા તમામ સહભાગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande