અડિયા ખાતે હિન્દુ સંમેલનમાં એકતા અને પંચ પરિવર્તનનો સંદેશ
પાટણ, 01 માર્ચ (હિ.સ.) : હારીજ તાલુકાના અડિયા ગામે સ્થિત દુધેશ્વર મહાદેવ મંદિરમાં રવિવારે સમસ્ત હિન્દુ સમાજ દ્વારા હિન્દુ સંમેલન યોજાયું હતું. અડિયા, તોરણીપુર, ચંદ્રુમાણા, ખાનપુર, માનપુર, ભલગામ અને કુરેજા ગામોના હિન્દુ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપ
અડિયા ખાતે હિન્દુ સંમેલનમાં એકતા અને પંચ પરિવર્તનનો સંદેશ


પાટણ, 01 માર્ચ (હિ.સ.) : હારીજ તાલુકાના અડિયા ગામે સ્થિત દુધેશ્વર મહાદેવ મંદિરમાં રવિવારે સમસ્ત હિન્દુ સમાજ દ્વારા હિન્દુ સંમેલન યોજાયું હતું. અડિયા, તોરણીપુર, ચંદ્રુમાણા, ખાનપુર, માનપુર, ભલગામ અને કુરેજા ગામોના હિન્દુ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં અગ્રણીઓ અને મહાનુભાવો પણ હાજર રહ્યા હતા.

મંદિરના મહંત શ્રી ગજાનંદ ગીરી મહારાજે ‘હિન્દુ સર્વે સહોદરા’ની ભાવના ઉજાગર કરી તમામ હિન્દુઓને ભાઈચારો અને એકતા મજબૂત બનાવવા આહ્વાન કર્યું. તેમણે માતા-પિતાને નવી પેઢીને ધર્મ અને સંસ્કૃતિનું શિક્ષણ આપવા ભાર મૂક્યો અને આર્ય પ્રજાના ચારિત્ર્ય, નિડરતા અને બુદ્ધિમત્તાના ગુણો અપનાવવાની સલાહ આપી.

મુખ્ય વક્તા દેવેન્દ્રભાઈ પટેલે રાષ્ટ્રીય ચેતના અને પંચ પરિવર્તનના મુદ્દાઓ – સામાજિક સમરસતા, કુટુંબ પ્રબોધન, પર્યાવરણ જાગૃતિ, સ્વદેશી અને નાગરિક કર્તવ્ય – અંગે માર્ગદર્શન આપ્યું. અન્ય વક્તાઓએ પણ કુટુંબ સંસ્કાર, સ્વરોજગાર અને સમાજમાં એકતા જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande