સમી તાલુકાના વરાણા ગામે આવેલ આઈ ખોડિયાર માતાજી મંદિર ખાતે નવચંડી યજ્ઞ અને બેઠક યોજાઈ
પાટણ, 01 માર્ચ (હિ.સ.)સમી તાલુકાના વરાણા ગામે આવેલ વઢીયાર પંથકના આસ્થાના કેન્દ્ર સમા આઈ ખોડિયાર માતાજીના મંદિરે રવિવારે ભવ્ય નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યજ્ઞનું આયોજન રાધનપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્
સમી તાલુકાના વરાણા ગામે આવેલ આઈ ખોડિયાર માતાજી મંદિર ખાતે નવચંડી યજ્ઞ અને બેઠક યોજાઈ


પાટણ, 01 માર્ચ (હિ.સ.)સમી તાલુકાના વરાણા ગામે આવેલ વઢીયાર પંથકના આસ્થાના કેન્દ્ર સમા આઈ ખોડિયાર માતાજીના મંદિરે રવિવારે ભવ્ય નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યજ્ઞનું આયોજન રાધનપુર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ ધાર્મિક માહોલ વચ્ચે યજ્ઞની શરૂઆત થઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

યજ્ઞ દરમિયાન ભક્તિ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળ્યો હતો. યજ્ઞની પૂર્ણાહુતિ બાદ ભક્તો માટે ભોજન પ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં સૌએ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.

આ પ્રસંગે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને બેઠક પણ યોજાઈ હતી. જેમાં સમી તાલુકા પ્રમુખ પશાભાઈ રાઠોડ, રાધનપુર તાલુકા પ્રમુખ ભેમાજી ઠાકોર, રફિકભાઈ ઘાંચી, બાબુભાઈ આહિર સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande