ફેક ‘એમ પરિવહન’ લિંકથી નવસારીના ડ્રાઈવર સાથે સાયબર છેતરપિંડી, ખાતામાંથી ₹27,150 ઉપાડાયા
નવસારી, 01 માર્ચ (હિ.સ.): નવસારી જિલ્લામાં સાયબર ઠગાઈનો એક વધુ કિસ્સો સામે આવ્યો છે, જેમાં ટ્રાફિક ચલણના બહાને એક વ્યક્તિને નિશાન બનાવવામાં આવ્યો છે. જલાલપોર તાલુકાના ભીનાર ગામમાં રહેતા અને ડ્રાઈવિંગ કામ કરતા યુવાનના બેંક ખાતામાંથી ₹27,150 ની રકમ ઠ
Fraud


નવસારી, 01 માર્ચ (હિ.સ.): નવસારી જિલ્લામાં સાયબર ઠગાઈનો એક વધુ કિસ્સો સામે આવ્યો છે, જેમાં ટ્રાફિક ચલણના બહાને એક વ્યક્તિને નિશાન બનાવવામાં આવ્યો છે. જલાલપોર તાલુકાના ભીનાર ગામમાં રહેતા અને ડ્રાઈવિંગ કામ કરતા યુવાનના બેંક ખાતામાંથી ₹27,150 ની રકમ ઠગોએ ઉપાડી લીધી છે. આ સમગ્ર ઘટના એક ફેક એપ્લિકેશન ફાઈલ દ્વારા અંજામ આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ, પીડિત અમીન યુનુસ શેખે થોડા દિવસ પહેલા પોતાના મિત્ર પાસેથી એક કાર ખરીદી હતી, પરંતુ વાહન હજુ તેમના નામે ટ્રાન્સફર થયું નહોતું. તેથી વાહન સંબંધિત માહિતી માટે મિત્રનો મોબાઈલ નંબર જ નોંધાયેલો હતો. ઠગોએ આ જ બાબતનો લાભ લઈ મિત્રના નંબર પર ખોટો મેસેજ મોકલ્યો હતો.

મેસેજમાં ‘રેડ લાઇટ જમ્પ’ માટે ₹5200ના ચલણની વાત કરીને ‘mParivahan.apk’ નામની ફાઈલ મોકલવામાં આવી હતી. આ ફાઈલ પીડિત સુધી પહોંચતા તેમણે તેને ડાઉનલોડ કરી, જેના બાદ તેમના ફોનમાં અનિયમિત પ્રવૃત્તિઓ શરૂ થઈ ગઈ. થોડા દિવસ પછી તેમના ખાતામાંથી મોટી રકમ ડેબિટ થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું.

ઘટનાની જાણ થતાં જ પીડિતે સાયબર હેલ્પલાઈન 1930 પર સંપર્ક કર્યો અને ત્યારબાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી. હાલ પોલીસે અજાણ્યા આરોપી વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande