
નવી દિલ્હી, 1 માર્ચ (હિ.સ.): મહારાષ્ટ્રના નાગપુરમાં એક ફેક્ટરીમાં થયેલા પ્રચંડ વિસ્ફોટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ, ઊંડી સંવેદના વ્યક્ત કરી. મૃતકોના પરિવારો માટે વળતરની જાહેરાત કરવામાં આવી છે.
પ્રધાનમંત્રી મોદીએ એક્સ પર કહ્યું, મહારાષ્ટ્રના નાગપુરમાં એક ફેક્ટરીમાં થયેલો વિસ્ફોટ અત્યંત દુ:ખદ છે. મૃત્યુ પામેલા લોકોના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરું છું. સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્તોને સહાય પૂરી પાડી રહ્યું છે.
પીડિતોના પરિવારોને સહાય કરવા માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ (પીએમએનઆરએફ) માંથી નાણાકીય સહાય મંજૂર કરવામાં આવી છે. દરેક મૃતકોના પરિવારોને ₹2 લાખની સહાય આપવામાં આવશે. ઘટનામાં ઘાયલ થયેલા દરેક વ્યક્તિને ₹50,000 ની સહાય આપવામાં આવશે.
હિન્દુસ્થાન સમાચાર / શ્રદ્ધા દ્વિવેદી / અનુપ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ