પૂંછ માં નિયંત્રણ રેખા (એલઑસી) નજીક ભારતીય ક્ષેત્રમાં ઘુસેલા પાકિસ્તાની ડ્રોન, સેનાએ ગોળીબાર કર્યો
જમ્મુ, નવી દિલ્હી, 1 માર્ચ (હિ.સ.): આજે વહેલી સવારે જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા (એલઑસી) પાર કરીને ભારતીય ક્ષેત્રમાં ઘુસેલા પાકિસ્તાની ડ્રોનને તોડી પાડવા માટે સેનાના જવાનોએ ગોળીબાર કરવો પડ્યો. જોકે, અધિકારીઓએ જણાવ્યું હતું કે ડ્
પાકિસ્તાની ડ્રોન


જમ્મુ, નવી દિલ્હી, 1 માર્ચ (હિ.સ.): આજે વહેલી સવારે જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા (એલઑસી) પાર કરીને ભારતીય ક્ષેત્રમાં ઘુસેલા પાકિસ્તાની ડ્રોનને તોડી પાડવા માટે સેનાના જવાનોએ ગોળીબાર કરવો પડ્યો. જોકે, અધિકારીઓએ જણાવ્યું હતું કે ડ્રોન થોડા સમય માટે દિગવાર વિસ્તાર ઉપર ઉભું રહ્યું અને પછી પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (પીઓકે) પરત ફર્યું. ત્રણ દિવસમાં આ બીજી વખત છે, જ્યારે સરહદ પારથી ડ્રોનની ગતિવિધિઓ જોયા બાદ સૈનિકોએ ગોળીબાર કર્યો છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, ફોરવર્ડ પોસ્ટ પર તૈનાત સૈનિકોએ સવારે 6:10 વાગ્યે દુશ્મન ડ્રોનને જોયુ અને તેને તોડી પાડવા માટે એક ડઝનથી વધુ રાઉન્ડ ફાયરિંગ કર્યું. જોકે, ડ્રોન ગોળીબારથી બચી ગયુ અને તરત જ પાછો ફર્યું. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ડ્રોનમાંથી કોઈ શસ્ત્રો કે માદક દ્રવ્યો છોડવામાં આવ્યા નથી તેની ખાતરી કરવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. 27 ફેબ્રુઆરીએ, સૈનિકોએ તે જ વિસ્તારમાં પાકિસ્તાની ડ્રોન પર પણ ગોળીબાર કર્યો.

હિન્દુસ્થાન સમાચાર / બલવાન સિંહ / મુકુંદ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande