ગુજરાત એપીએલ સીઝન-5માં આર.એમ.ડી. આયુર્વેદ કોલેજની ટીમ ચેમ્પિયન બની
વડોદરા, 01 માર્ચ (હિ.સ.): વડોદરા ખાતે આવેલી પારૂલ યુનિવર્સિટીમાં યોજાયેલ ગુજરાત આયુર્વેદિક પ્રીમિયર લીગ (GAPL-5) ક્રિકેટ ટૂર્નામેન્ટમાં વાઘલધરા સ્થિત આર.એમ.ડી. આયુર્વેદ કોલેજ અને હોસ્પિટલની ટીમે ઉત્તમ પ્રદર્શન સાથે વિજય હાંસલ કર્યો. આ ટૂર્નામેન્ટનુ
Valsad


વડોદરા, 01 માર્ચ (હિ.સ.): વડોદરા ખાતે આવેલી પારૂલ યુનિવર્સિટીમાં યોજાયેલ ગુજરાત આયુર્વેદિક પ્રીમિયર લીગ (GAPL-5) ક્રિકેટ ટૂર્નામેન્ટમાં વાઘલધરા સ્થિત આર.એમ.ડી. આયુર્વેદ કોલેજ અને હોસ્પિટલની ટીમે ઉત્તમ પ્રદર્શન સાથે વિજય હાંસલ કર્યો. આ ટૂર્નામેન્ટનું આયોજન ગિરિવિહાર ટ્રસ્ટ (પાલીતાણા) દ્વારા કરવામાં આવ્યું હતું.

ફાઇનલ મેચમાં આર.એમ.ડી. ટીમે GACV ફેકલ્ટી 11, પાણીગેટ સામે મુકાબલો કર્યો હતો. મેચની શરૂઆતથી જ આર.એમ.ડી. ટીમે મજબૂત બેટિંગ અને અસરકારક બોલિંગ દ્વારા વિરોધી ટીમ પર દબદબો જાળવી રાખ્યો અને અંતે જીત નોંધાવી.

ટીમના ખેલાડીઓએ સમર્પણ, ટીમવર્ક અને રમત પ્રત્યેની ઉત્સાહપૂર્ણ ભાવના દર્શાવી, જે તેમના વિજયમાં મુખ્ય કારણ બની. દરેક ખેલાડીએ પોતાની જવાબદારીને સારી રીતે નિભાવી ટીમને સફળતા સુધી પહોંચાડી.

આ સિદ્ધિથી સમગ્ર કોલેજ પરિવાર, અધ્યાપકો અને વિદ્યાર્થીઓમાં આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી ગઈ છે. સંસ્થાના ટ્રસ્ટીઓ, પ્રિન્સિપાલ અને સ્ટાફ દ્વારા ટીમને અભિનંદન આપી તેમની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande