દુબઈ એરપોર્ટ નજીક વિસ્ફોટ, પીવી સિંધુને બહાર કાઢવામાં આવી
નવી દિલ્હી, 01 માર્ચ (હિ.સ.) દુબઈ એરપોર્ટ નજીક વિસ્ફોટ બાદ ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુને સલામત સ્થળે ખસેડવામાં આવી છે. તે અને તેની ટીમ એરપોર્ટ પર ફસાયેલી હતી, જ્યાં યુએસ, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા તણાવને
સિદ્ધહઉ


નવી દિલ્હી,

01 માર્ચ (હિ.સ.) દુબઈ એરપોર્ટ નજીક વિસ્ફોટ બાદ

ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુને સલામત સ્થળે ખસેડવામાં આવી છે. તે અને તેની

ટીમ એરપોર્ટ પર ફસાયેલી હતી, જ્યાં યુએસ,

ઇઝરાયલ અને ઈરાન વચ્ચે

વધતા તણાવને કારણે ફ્લાઇટ કામગીરી અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી હતી.

બે વખતની

ઓલિમ્પિક મેડલ વિજેતા સિંધુ પ્રતિષ્ઠિત ઓલ ઇંગ્લેન્ડ ઓપન રમવા જઈ રહી હતી, પરંતુ પરિસ્થિતિ બગડતી હોવાથી તેને દુબઈમાં જ

રોકાવાની ફરજ પડી હતી. એરસ્પેસ બંધ થવાથી ઘણી ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ હતી અને

મુસાફરોને એરપોર્ટ પર રાહ જોવાની ફરજ પડી હતી.

સિંધુએ સોશિયલ

મીડિયા પર શેર કર્યું, પરિસ્થિતિ કલાકો

સુધીમાં વધુ ગંભીર બની રહી છે. થોડા કલાકો પહેલા, અમે એરપોર્ટ પર જ્યાં રોકાયા હતા ત્યાં એક મોટો

વિસ્ફોટ થયો હતો. મારા કોચને તાત્કાલિક ભાગી જવું પડ્યું કારણ કે, તે ધુમાડા અને

કાટમાળની સૌથી નજીક હતો. તે આપણા બધા માટે ખૂબ જ તણાવપૂર્ણ અને ડરામણી ક્ષણ

હતી.

તેણીએ વધુમાં

જણાવ્યું કે,” હાલમાં દરેક વ્યક્તિ સુરક્ષિત છે અને દુબઈ એરપોર્ટ સ્ટાફ અને

સ્થાનિક અધિકારીઓની મદદથી તેમને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સિંધુએ

દુબઈમાં ભારતીય હાઇ કમિશનનો સતત સમર્થન અને સહાય માટે ખાસ આભાર માન્યો.” તેણીએ

કહ્યું કે,” તેઓ હવે સામાન્યતાની રાહ જોઈ રહ્યા છે.”

પ્રદેશમાં વધતા

લશ્કરી તણાવને કારણે, ગલ્ફ એરસ્પેસ બંધ

કરવામાં આવ્યું છે. આનાથી અમીરાત અને એર ઇન્ડિયા સહિત અનેક એરલાઇન્સની ફ્લાઇટ્સ

પ્રભાવિત થઈ છે. ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલી હુમલાઓ બાદ, ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડે ડ્રોન અને મિસાઇલ

હુમલાઓથી બદલો લીધો. ઇઝરાયલમાં યુએસ લશ્કરી થાણાઓ તેમજ બહેરીન, કુવૈત અને કતરને નિશાન બનાવવાથી સમગ્ર

પ્રદેશમાં તણાવ વધુ વધ્યો છે.

હિન્દુસ્થાન

સમાચાર / સુનીલ દુબે / સુનીત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande