જામનગરમાં લખલુંટ ખર્ચે લાગેલા ટ્રાફિક સિગ્નલોના ઝબકારા બંધ
જામનગર, 01 માર્ચ (હિ.સ.) : જામનગર શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં મુકવામાં આવેલ ટ્રાફીક સિગ્નલો શોભના ગાંઠિયા સમાન બન્યા છે. શહેરની ટ્રાફીક સમશ્યા એક તરફ ટ્રાફીક પોલીસ માટે સિરદર્દ સમાન બની છે ત્યારે ટ્રાફીક સિગ્નલો લાંબા સમયથી બંધ શા માટે છે જામ
ટ્રાફિક સિગ્નલો


જામનગર, 01 માર્ચ (હિ.સ.) : જામનગર શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં મુકવામાં આવેલ ટ્રાફીક સિગ્નલો શોભના ગાંઠિયા સમાન બન્યા છે. શહેરની ટ્રાફીક સમશ્યા એક તરફ ટ્રાફીક પોલીસ માટે સિરદર્દ સમાન બની છે ત્યારે ટ્રાફીક સિગ્નલો લાંબા સમયથી બંધ શા માટે છે

જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમા ટ્રાફીક પોલીસની જરૂરિયાતને ધ્યાને રાખીને ટ્રાફીક સિગ્નલો કાર્યરત કરવા આવ્યા હતા. ડી.કે.વી સર્કલ,હનુમાન ગેઇટ પાસે,જનતા ફાટક,સંતોષી માતાજી મંદિર, સહિતના ટ્રાંફિક પોઈટ ઉપરકલોક સાથે નવા ટ્રાફિક સિગ્નલો ટ્રાફીક કાર્યરત કરેલ હતા. પરંતુ ટૂંકા સમયમાં ફરી ટ્રાંફિક સિગ્નલો બંધ થતાં શહેરીજનો પણ અચરજમાં મૂકાયા છે. જામનગરમા ટ્રાંફિક સિગ્નલોનું ગ્રહણ હોય તેવુ લાગે છે.

કારણ કે ભૂતકાળમાં બંધ થયેલા ટ્રાફીક સિગ્નલો ચાલુ કરવા આંદોલન કરવા પડેલ હતાં ફરી પાછા ટ્રાફીક સિગ્નલો ચાલુ કરવા આંદોલન કરવા પડે તેવો ઘાટ સર્જાયો છે. એક તરફ જામનગરની ટ્રાફિક સમશ્યા દિન પ્રતિદિન ટ્રાંફિક પોલીસ અને મહાનગરપાલિકા માટે સિરદર્દ સમાન બનતી જાય છે. તેવા સમયે ટ્રાફીક સિગ્નલોનું બંધ હોવું તે એક કઠણાઈ ગણાય. ટ્રાફીક સિગ્નલો બંધ હોવાથી ટ્રાંફિક પોઇન્ટ ઉપર પોલીસ જવાનોને મેન્યુલી કામગીરી કરવી પડે છે. વાહનચાલકોને સાઇટ આપવી પડે છે. જો કે લાખો રૂપિયા ખર્ચે મુકવામાં આવેલ સિગ્નલો કાર્યરત કરવામાં આવે તે વાહનચાલકો માટે ઇચ્છનીય છે.

જામનગરમાં 1982માં નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ પણ શહેરની ટ્રાફીક વ્યવસ્થા અમુક અમુક મહિના પુરતી ઓટોમેટિક સિગ્નલ પર આવ્યા બાદ ફરી જુની હાથ દેખાડવાની દેશી પધ્ધત્તિ પર આવી જાય છે. શહેરમાં 2019માં લાખો રૂપિયાના 3- ખર્ચે કોર્પોરશને ઈલેક્ટ્રોનિક ટાઈમરવાળા ટ્રાફીક સિગ્નલ ચાલુ કરીને શહેરની ટ્રાફીક પોલીસ શાખાને સોંપ્યા બાદ બંધ થયેલી ઈલેટ્રોનિક ટ્રાફીક સિસ્ટમ હજી પણ ચાલુ નથી થઈ. તે વાસ્તવિક્તા છે. મ્યુ. તંત્ર આજની તારીખે પોલસ તંત્ર પાસે ટ્રાફીક સિગ્નલ ઈન્સ્ટોલેશન અને રીપેરીંગના રૂ.70 લાખથી વધુ માંગે છે.

ટ્રાફીક પોલીસ વિભાગની દરખાસ્ત પરથી વર્ષ 2019માં જામનગર મહાનગરપાલિકા દ્વારા રૂ.58 લાખના ખર્ચે જનતા ફાટક ચાર રસ્તા, નાગનાથ ગેઈટ ચાર રસ્તા, લાલવાડી (અન્નપુર્ણા ચોકડી) તેમજ સત્યમકોલોની-હિરજી હસ મિસ્ત્રી રોડ જંકશનના રૂપિયાના ચોક સિક્કાવાળા સર્કલ ખાતે નવા ટ્રાફીક સિગ્નલો ઉભા કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત શહેરમાં ગુરુદ્વારા ચોકડી, અન જી.જી. હોસ્પિટલ ચોક, બેડી ગેઈટ ચોકમાં પણ ટ્રાફીક સિગ્નલો મુકવામાં આવ્યા હતા અને રૂ.13 લાખના ખર્ચે રીપેર કરીને વર્ષ 2021માં ચાલુ પણ કરવામાં આવ્યા હતા.

ટ્રાફિક પોલીસ હસ્કના સિગ્નલો પૈકીના ગુરુદ્વારા ચોકડી, અંબર ચોકડી, નાગનાથ ગેઈટ ચોકડીના સિગ્નલો શહેરના ફ્લાય ઓવરના કામ માટે હાલ દુર કરવામાં આવ્યા છે. મહાનગરપાલિકાએ ટ્રાફીક પોલીસ તંત્રને સ્પષ્ટ ભલામણ કરી હતી. કે, ઉપયોગ ન થવાને કારણે સિગ્નલો બગડી જવાની શક્યતા રહેલી છે. છતાં ટ્રાફીક પોલીસ વિભાગ દ્વારા ટ્રાફીક સિગ્નલનો ઉપયોગ કરીને લોકોને સિગ્નલો જોઈને વાહન ચલાવવા- થોભાવવાના નિયમોનું પાલન કરાવવામાં આવતું નથી.

જાણવા મળતી વિગતો પ્રમાણે રાજ્યના ગૃહ વિભાગના વિશ્વાસ પ્રોજેક્ટની ગ્રાન્ટમાંથી પોલીસ તંત્રને ટ્રાફીક સિગ્નલોના ખર્ચની ગ્રાન્ટ મળવાની હજી બાકી છે. શહેરમાં આમ ટ્રાફીક વ્યવસ્થા હજી પણ મેન્યુઅલ ધોરણે જ ચાલી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande