ધરમપુરમાં આદિવાસી એકતા સભા: જળ-જંગલ-જમીનના હકો માટે ઉગ્ર અવાજ
વલસાડ, 01 માર્ચ (હિ.સ.): વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ચાસમાંડવા ગામે આદિવાસી સમાજ દ્વારા વિશાળ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પાર-તાપી નર્મદા રિવર લિંક યોજનાના વિરોધને વધુ મજબૂત બનાવવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો. કાર
Valsad


વલસાડ, 01 માર્ચ (હિ.સ.): વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ચાસમાંડવા ગામે આદિવાસી સમાજ દ્વારા વિશાળ સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. પાર-તાપી નર્મદા રિવર લિંક યોજનાના વિરોધને વધુ મજબૂત બનાવવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનું આયોજન સંઘર્ષ સમિતિ અને બારકુંભાઈના માર્ગદર્શન હેઠળ થયું હતું, જ્યારે અધ્યક્ષ તરીકે અનંત પટેલે નેતૃત્વ સંભાળ્યું હતું.

આ જ સ્થળે 20 ફેબ્રુઆરી, 2022ના રોજ યોજાયેલા વિરોધ પ્રદર્શનને યાદ કરતાં વક્તાઓએ જણાવ્યું હતું કે આ લડત હજુ યથાવત છે. તેમણે જળ, જંગલ અને જમીનના સંરક્ષણ માટે આદિવાસી સમાજના હકોને લઈને સતત સંઘર્ષ કરવાની જરૂરિયાત પર ભાર મુક્યો હતો.

કાર્યક્રમ દરમિયાન વિવિધ આદિવાસી કલાકારોએ પરંપરાગત નૃત્ય, લોકગીતો અને સંસ્કૃતિને દર્શાવતા કાર્યક્રમો રજૂ કર્યા હતા. આ રજૂઆતો દ્વારા ઉપસ્થિત લોકોમાં આદિવાસી સંસ્કૃતિ પ્રત્યે ગૌરવ અને જાગૃતિ વધારવાનો પ્રયાસ થયો હતો, જેને લોકોએ ઉત્સાહપૂર્વક સ્વીકાર્યો હતો.

સભામાં અનેક આગેવાનો અને પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા, જેમાં પૂર્વ ધારાસભ્ય મંગળભાઈ ગામિત, વકીલ આરતીબેન ભીલ, ડૉ. નીરવભાઈ પટેલ સહિત સ્થાનિક સ્તરના સરપંચો અને પંચાયત સભ્યોનો સમાવેશ થાય છે. અંતે, તમામે એકતા જાળવી રાખીને પોતાના અધિકારો માટે લડતને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande