રાજુલા જળ સંમેલનમાં અનોખી શરૂઆત: દીપ પ્રાગટ્યને બદલે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ દ્વારા જળાભિષેક
અમરેલી, 01 માર્ચ (હિ.સ.) : રાજુલા ખાતે આયોજિત જળ સંમેલનનું ઉદ્ઘાટન પરંપરાગત દીપ પ્રાગટ્યના બદલે જળાભિષેક દ્વારા કરવામાં આવ્યું, જે કાર્યક્રમનું વિશેષ આકર્ષણ બન્યું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ તેમજ વિવિધ રાજકીય આગેવાનો અને મહાનુભાવોની ઉ
રાજુલા જળ સંમેલનમાં અનોખી શરૂઆત: દીપ પ્રાગટ્યને બદલે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ દ્વારા જળાભિષેક


અમરેલી, 01 માર્ચ (હિ.સ.) : રાજુલા ખાતે આયોજિત જળ સંમેલનનું ઉદ્ઘાટન પરંપરાગત દીપ પ્રાગટ્યના બદલે જળાભિષેક દ્વારા કરવામાં આવ્યું, જે કાર્યક્રમનું વિશેષ આકર્ષણ બન્યું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ તેમજ વિવિધ રાજકીય આગેવાનો અને મહાનુભાવોની ઉપસ્થિતિ રહી હતી. પાણીના સંરક્ષણ અને જળજાગૃતિનો સંદેશ વધુ મજબૂત બને તે હેતુથી આયોજકો દ્વારા દીપ પ્રાગટ્યની પરંપરા બદલી જળાભિષેકથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.

કાર્યક્રમ દરમિયાન જળ સંરક્ષણ, વરસાદી પાણીના સંગ્રહ અને ભૂગર્ભ જળસ્તરની વૃદ્ધિ અંગે મહત્વપૂર્ણ ચર્ચાઓ યોજાઈ હતી. ઉપસ્થિત મહાનુભાવોએ પાણી બચત અને સુવ્યવસ્થિત જળ વ્યવસ્થાપન અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા પર ભાર મૂક્યો હતો. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલએ પોતાના સંબોધનમાં પાણીના સંકટને ધ્યાનમાં રાખીને દરેક નાગરિકે પાણીના સંરક્ષણ માટે આગળ આવવું જરૂરી હોવાનું જણાવ્યું હતું.

જળ સંમેલનમાં સ્થાનિક પ્રતિનિધિઓ, સામાજિક આગેવાનો, ખેડૂતો અને મોટી સંખ્યામાં નાગરિકોએ હાજરી આપી હતી. સમગ્ર કાર્યક્રમ જળ સંરક્ષણના સંદેશ સાથે પ્રેરણાદાયી વાતાવરણમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande