ફાટીપાળ દરવાજા બહાર તૂટેલા વીજ થાંભલોથી અકસ્માતને આમંત્રણ
પાટણ, 01 માર્ચ (હિ.સ.) : પાટણ શહેરના ફાટીપાળ દરવાજા બહાર એક બગીચા ના છેડે છેલ્લા ઘણા દિવસોથી વીજળીનો થાંભલો તૂટેલી હાલતમાં ઊભો છે. સ્થાનિકો મુજબ કોઈ વાહન દ્વારા થયેલા અકસ્માતમાં થાંભલાને નુકસાન પહોંચ્યું હતું, જેના કારણે તે નીચેથી તૂટી ગયો છે. હાલમ
ફાટીપાળ દરવાજા બહાર તૂટેલો વીજ થાંભલો અકસ્માતને આમંત્રણ આપે છે


પાટણ, 01 માર્ચ (હિ.સ.) : પાટણ શહેરના ફાટીપાળ દરવાજા બહાર એક બગીચા ના છેડે છેલ્લા ઘણા દિવસોથી વીજળીનો થાંભલો તૂટેલી હાલતમાં ઊભો છે. સ્થાનિકો મુજબ કોઈ વાહન દ્વારા થયેલા અકસ્માતમાં થાંભલાને નુકસાન પહોંચ્યું હતું, જેના કારણે તે નીચેથી તૂટી ગયો છે. હાલમાં આ થાંભલો ગમે ત્યારે પડી શકે તેવી જોખમી સ્થિતિમાં છે.

આ થાંભલામાંથી હેવી વીજળીની લાઈન પસાર થાય છે, જેથી મોટી દુર્ઘટનાનો ભય વ્યાપી રહ્યો છે. નજીકમાં બીડી હાઈસ્કૂલ, ટીડીએસ પ્રાથમિક શાળા અને કોલેજ જેવી શૈક્ષણિક સંસ્થાઓ આવેલી હોવાથી દિવસભર હજારો વિદ્યાર્થીઓ અને નાગરિકો અહીંથી અવરજવર કરે છે.

સ્થાનિક લોકોએ વીજ કંપનીને તાત્કાલિક પગલાં લઈ જોખમી થાંભલો દૂર કરીને નવો થાંભલો સ્થાપિત કરવાની માંગ કરી છે, જેથી સંભવિત જાનહાનિ અને અકસ્માત ટાળી શકાય.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande