લાઠી તાલુકાના હીરાણા ગામે 52 લાખના ખર્ચે ડેમનું ખાતમુહૂર્ત ધારાસભ્ય જનકભાઈ તલાવ્યાના હસ્તે
અમરેલી, 01 માર્ચ (હિ.સ.) : લાઠી તાલુકાના હીરાણા ગામે પાણી સંચય અને કૃષિ વિકાસને પ્રોત્સાહન આપવા માટે અંદાજિત 52 લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ થનાર ડેમનું ખાતમુહૂર્ત વિધિવત રીતે ધારાસભ્ય જનકભાઈ તલાવ્યા ના વરદહસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગ્રામજન
લાઠી તાલુકાના હીરાણા ગામે 52 લાખના ખર્ચે ડેમનું ખાતમુહૂર્ત ધારાસભ્ય જનકભાઈ તલાવ્યા ના વરદહસ્તે


અમરેલી, 01 માર્ચ (હિ.સ.) : લાઠી તાલુકાના હીરાણા ગામે પાણી સંચય અને કૃષિ વિકાસને પ્રોત્સાહન આપવા માટે અંદાજિત 52 લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ થનાર ડેમનું ખાતમુહૂર્ત વિધિવત રીતે ધારાસભ્ય જનકભાઈ તલાવ્યા ના વરદહસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગ્રામજનો, આગેવાનો, અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેના કારણે સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો હતો.

ખાતમુહૂર્ત પ્રસંગે ધારાસભ્ય જનકભાઈ તલાવ્યાએ જણાવ્યું હતું કે આ ડેમ બનવાથી ગામ તથા આસપાસના ખેતી વિસ્તારમાં પાણીની સમસ્યા દૂર થશે અને ભૂગર્ભ જળસ્તર વધારવામાં મહત્વપૂર્ણ ફાયદો મળશે. ખાસ કરીને વરસાદી પાણીના સંગ્રહ દ્વારા ખેડૂતોને સિંચાઈ માટે સતત પાણી ઉપલબ્ધ રહેશે, જેના કારણે કૃષિ ઉત્પાદન વધશે અને ખેડુતોને આર્થિક રીતે લાભ મળશે.

ગ્રામજનો દ્વારા પણ ડેમ નિર્માણ અંગે આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને સરકાર પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે ડેમનું કામ ગુણવત્તાપૂર્વક અને સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવશે. આ ડેમ ગ્રામ વિકાસ અને પાણી સંચય માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande