ગ્લોબલ માર્કેટમાંથી કમજોરીના સંકેત, એશિયામાં મિશ્ર કારોબાર
નવી દિલ્હી, 16 માર્ચ (હિ.સ.)। ગ્લોબલ માર્કેટમાંથી આજે કમજોરીના સંકેત મળી રહ્યા છે. અમેરિકન બજાર ગયા સત્ર દરમિયાન ઘટાડા સાથે બંધ થયા હતા. જોકે ડાઉ જોન્સ ફ્યુચર્સ આજે વધારાની સાથે ટ્રેડ થતું નજરે પડી રહ્યું છે. યુરોપિયન બજારમાં પણ ગયા સત્ર દરમિયાન સત
વૈશ્વિક શેર બજાર


નવી દિલ્હી, 16 માર્ચ (હિ.સ.)। ગ્લોબલ માર્કેટમાંથી આજે કમજોરીના સંકેત મળી રહ્યા છે. અમેરિકન બજાર ગયા સત્ર દરમિયાન ઘટાડા સાથે બંધ થયા હતા. જોકે ડાઉ જોન્સ ફ્યુચર્સ આજે વધારાની સાથે ટ્રેડ થતું નજરે પડી રહ્યું છે. યુરોપિયન બજારમાં પણ ગયા સત્ર દરમિયાન સતત વેચવાલીનો દબાણ રહ્યો હતો. જ્યારે એશિયાઈ બજારમાં આજે મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે.

પશ્ચિમ એશિયામાં ચાલુ સંકટને કારણે અમેરિકન બજારમાં ગયા સત્ર દરમિયાન સતત દબાણ રહ્યું, જેના કારણે વોલ સ્ટ્રીટના સૂચકાંક ઘટાડા સાથે બંધ થયા. એસ એન્ડ પી 500 ઇન્ડેક્સ 0.61 ટકાના ઘટાડા સાથે 6,632.19 અંકના સ્તરે બંધ થયો. તેવી જ રીતે નાસ્ડેક 206.62 અંક એટલે કે 0.93 ટકાના ઘટાડા સાથે 22,105.36 અંકના સ્તરે ગયા સત્રના કારોબારનો અંત કર્યો. જોકે ડાઉ જોન્સ ફ્યુચર્સ હાલમાં 154.02 અંક એટલે કે 0.33 ટકાની વૃદ્ધિ સાથે 46,712.49 અંકના સ્તરે ટ્રેડ થતું જોવા મળી રહ્યું છે.

યુરોપિયન બજારમાં પણ ગયા સત્ર દરમિયાન કમજોરીનો રૂખ રહ્યો. એફટીએસઈ ઇન્ડેક્સ 0.43 ટકા ઘટીને 10,261.15 અંકના સ્તરે બંધ થયો. તેવી જ રીતે સીએસી ઇન્ડેક્સ 0.92 ટકા લથડીને 7,911.53 અંકના સ્તરે ગયા સત્રના કારોબારનો અંત કર્યો. ઉપરાંત ડીએએક્સ ઇન્ડેક્સ 142.36 અંક એટલે કે 0.61 ટકાના ઘટાડા સાથે 23,447.29 અંકના સ્તરે બંધ થયો.

એશિયાઈ બજારમાં આજે મિશ્ર કારોબાર થઈ રહ્યો છે. એશિયાના નવ બજારમાંથી ચાર સૂચકાંક મજબૂતી સાથે લીલા નિશાનમાં ટ્રેડ કરી રહ્યા છે, જ્યારે પાંચ સૂચકાંક ઘટાડા સાથે લાલ નિશાનમાં છે. ગિફ્ટ નિફ્ટી 0.26 ટકાની વૃદ્ધિ સાથે 23,264 અંકના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. તેવી જ રીતે હેંગ સેંગ ઇન્ડેક્સ 155.40 અંક એટલે કે 0.61 ટકાની વૃદ્ધિ સાથે 25,621 અંકના સ્તરે પહોંચી ગયો છે. ઉપરાંત એસઈટી કોમ્પોઝિટ ઇન્ડેક્સ 0.28 ટકા ઉછળી 1,413.26 અંકના સ્તરે અને તાઇવાન વેઈટેડ ઇન્ડેક્સ 0.01 ટકાની સાંકેતિક વૃદ્ધિ સાથે 33,403.69 અંકના સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે.

બીજી તરફ નિક્કેઇ ઇન્ડેક્સ 546.61 અંક એટલે કે, 1.03 ટકાના ઘટાડા સાથે 53,273 અંકના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. તેવી જ રીતે શાંઘાઈ કોમ્પોઝિટ ઇન્ડેક્સ 0.72 ટકા ઘટીને 4,066.32 અંકના સ્તરે આવી ગયો છે. જકાર્તા કોમ્પોઝિટ ઇન્ડેક્સમાં આજે મોટી ગિરાવટ જોવા મળી રહી છે. હાલમાં આ સૂચકાંક 117.27 અંક એટલે કે 1.67 ટકા તૂટી 7,019.94 અંકના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. તેવી જ રીતે કોસ્પી ઇન્ડેક્સ 0.19 ટકા ઘટીને 5,476.81 અંકના સ્તરે અને સ્ટ્રેટ્સ ટાઇમ્સ ઇન્ડેક્સ 0.04 ટકાની નાની કમજોરી સાથે 4,840.27 અંકના સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે.

હિંદુસ્થાન સમાચાર / યોગિતા પાઠક / મુકુન્દ.

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande