98મા એકેડેમી એવોર્ડ્સના ઇન મેમોરિયમ સેગમેન્ટમાં, ધર્મેન્દ્રને શ્રધાંજલિ અંગે એકેડેમીએ સ્પષ્ટતા જારી કરી
નવી દિલ્હી, 17 માર્ચ (હિ.સ.) 98મા એકેડેમી એવોર્ડ્સમાં ઇન મેમોરિયમ સેગમેન્ટ દરમિયાન દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ આપવાની બાદબાકી અંગેનો વિવાદ વધુ ઘેરો બની રહ્યો છે. આ સમારોહ 15 માર્ચે ડોલ્બી થિયેટરમાં યોજાયો હતો. આ મુદ્દા પર બોલિવૂડ અને
ઓસ્કાર


નવી દિલ્હી, 17 માર્ચ (હિ.સ.) 98મા એકેડેમી એવોર્ડ્સમાં ઇન મેમોરિયમ સેગમેન્ટ દરમિયાન દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ આપવાની બાદબાકી અંગેનો વિવાદ વધુ ઘેરો બની રહ્યો છે. આ સમારોહ 15 માર્ચે ડોલ્બી થિયેટરમાં યોજાયો હતો. આ મુદ્દા પર બોલિવૂડ અને આંતરરાષ્ટ્રીય વર્તુળોમાંથી પ્રતિક્રિયાઓ આવી છે.

એએમપીએએસ નોમિનેશનનો અને નામોનો નિર્ણય લે છે. ચાલુ ટીકા વચ્ચે, ઓસ્કારના એક્ઝિક્યુટિવ રોબ મિલ્સે આ બાબતની સ્પષ્ટતા કરી છે. એક ઇન્ટરવ્યુમાં, તેમણે જણાવ્યું હતું કે, સમારોહમાં કયા દિવંગત કલાકારોનું સન્માન કરવામાં આવશે તે અંગે અંતિમ નિર્ણય એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સ (એએમપીએએસ ) પાસે છે. તેમણે સ્વીકાર્યું કે, પસંદગી પ્રક્રિયા અત્યંત મુશ્કેલ છે, કારણ કે દર વર્ષે ઘણી દિગ્ગજ હસ્તીઓ ગુજરી જાય છે અને કેટલાક નામો અજાણતામાં છૂટી જતા હોય છે.

હેમા માલિનીએ નારાજગી વ્યક્ત કરી- ધર્મેન્દ્રના પત્ની, હેમા માલિનીએ ઇન મેમોરિયમ યાદીમાં ધર્મેન્દ્રનું નામ ન હોવા પર કડક પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે, એક એવા અભિનેતાને અવગણવું જેનો વિશ્વભરમાં ઊંડો પ્રભાવ પડ્યો છે તે ખરેખર નિરાશાજનક છે. શત્રુઘ્ન સિંહા સહિત અનેક ફિલ્મ હસ્તીઓ અને ચાહકોએ આ મુદ્દે નારાજગી વ્યક્ત કરી હતી.

નોંધનીય છે કે, 89 વર્ષીય ધર્મેન્દ્રનું ગયા વર્ષે 24 નવેમ્બરના રોજ અવસાન થયું હતું. આ ઘટના બાદ, ઓસ્કારમાં તેમને શ્રદ્ધાંજલિ ન આપવા અંગે સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલુ છે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / રામાનુજ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande