દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટી-20માંથી બેવન જેકબ્સ બહાર, કવર તરીકે કટેને ક્લાર્કનો સમાવેશ
હેમિલ્ટન, નવી દિલ્હી, 17 માર્ચ (હિ.સ.): દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટી-20 પહેલા ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. મિડલ ઓર્ડર બેટન બેટ્સમેન બેવન જેકબ્સ ઘૂંટણની ઇજાને કારણે મેચમાંથી બહાર થઈ ગયા છે. અનકેપ્ડ ખેલાડી કટેને ક્લાર્કનો કવર તરીકે
બેટ્સમેન બેવન જેકબ્સ


હેમિલ્ટન, નવી દિલ્હી, 17 માર્ચ (હિ.સ.): દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટી-20 પહેલા ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. મિડલ ઓર્ડર બેટન બેટ્સમેન બેવન જેકબ્સ ઘૂંટણની ઇજાને કારણે મેચમાંથી બહાર થઈ ગયા છે. અનકેપ્ડ ખેલાડી કટેને ક્લાર્કનો કવર તરીકે ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

23 વર્ષીય જેકબ્સને માઉન્ટ મઉંગાનુઈમાં પ્રથમ ટી-20 દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે ડાબા ઘૂંટણમાં ઈજા થઈ હતી, જેના કારણે તેને મેદાન છોડીને જવું પડ્યું હતું. સ્કેનથી તેના ઘૂંટણની બાજુમાં હાડકામાં ઉઝરડાની પુષ્ટિ થઈ હતી. ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે જણાવ્યું હતું કે, તેની વાપસી અંગે વધુ મૂલ્યાંકન કરવામાં આવશે.

26 વર્ષીય કટેને ક્લાર્ક, તાજેતરમાં નોર્ધન ડિસ્ટ્રિક્ટ્સની સુપર સ્મેશ ટાઇટલ જીતમાં ઉત્તમ ફોર્મમાં હતો. તેણે ટુર્નામેન્ટમાં નવ ઇનિંગ્સમાં 431 રન બનાવ્યા હતા, જેમાં એક સદી અને ત્રણ અડધી સદીનો સમાવેશ થાય છે. તેનો સરેરાશ 61.57 હતો અને તેનો સ્ટ્રાઇક રેટ 171.71 હતો.

ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી ટી-20 મેચ મંગળવાર, 17 માર્ચે હેમિલ્ટનમાં રમાશે. દક્ષિણ આફ્રિકાએ પહેલી મેચ સાત વિકેટથી જીતીને શ્રેણીમાં લીડ મેળવી લીધી છે.

હિન્દુસ્થાન સમાચાર / સુનિલ દુબે

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande