
નવી દિલ્હી, 18 માર્ચ (હિ.સ.)। ગ્લોબલ માર્કેટમાંથી આજે સકારાત્મક સંકેતો મળી રહ્યા છે. અમેરિકી બજાર ગયા સત્ર દરમિયાન વધારા સાથે બંધ થવામાં સફળ રહ્યા હતા. ડાઉ જોન્સ ફ્યુચર્સ પણ આજે મજબૂતી સાથે ટ્રેડ કરી રહ્યો છે. યુરોપિયન બજારમાં ગયા સત્ર દરમિયાન ખરીદી ચાલુ રહી હતી. એશિયાઈ બજારમાં પણ આજે સામાન્ય રીતે ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે.
પશ્ચિમ એશિયાના સંકટ વચ્ચે વ્યાજદર અંગે અમેરિકન ફેડરલ રિઝર્વ આજે નીતિ જાહેર કરવાનો છે. આ જાહેરાત પહેલાં અમેરિકી બજારમાં રોકાણકારો સાવચેત વલણ સાથે ટ્રેડ કરતા રહ્યા હતા. એસ એન્ડ પી 500 ઇન્ડેક્સ 0.25 ટકા વધીને 6,716.09 અંકના સ્તરે બંધ થયો હતો. તેવી જ રીતે નાસ્ડેક 105.35 અંક એટલે કે 0.47 ટકા ઉછળી 22,479.53 અંકના સ્તરે બંધ થયો હતો. ડાઉ જોન્સ ફ્યુચર્સ હાલમાં 233.69 અંક એટલે કે 0.50 ટકા વધીને 47,226.95 અંકના સ્તરે ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે.
યુરોપિયન બજારમાં પણ ગયા સત્ર દરમિયાન સકારાત્મક વાતાવરણ રહ્યું હતું. એફટીએસઈ ઇન્ડેક્સ 0.83 ટકા વધીને 10,403.60 અંકના સ્તરે બંધ થયો હતો. તેવી જ રીતે સીએસી ઇન્ડેક્સ 0.48 ટકા મજબૂતાઈ સાથે 7,974.49 અંકના સ્તરે બંધ થયો હતો. ઉપરાંત ડીએએક્સ ઇન્ડેક્સ 166.91 અંક એટલે કે 0.70 ટકા વધીને 23,730.92 અંકના સ્તરે બંધ થયો હતો.
એશિયામાં પણ આજે સામાન્ય રીતે ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે. એશિયાના નવ બજારોમાંથી સાતના સૂચકાંકો લીલા નિશાનમાં મજબૂતી સાથે ટ્રેડ કરી રહ્યા છે, જ્યારે બે સૂચકાંકો લાલ નિશાનમાં ઘટાડા સાથે છે. શાંઘાઈ કોમ્પોઝિટ ઇન્ડેક્સ 0.40 ટકા ઘટીને 4,033.62 અંકના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. તેવી જ રીતે હેંગ સેંગ ઇન્ડેક્સ 0.18 ટકા ઘટીને 25,823 અંકના સ્તરે આવી ગયો છે.
બીજી તરફ, ગિફ્ટ નિફ્ટી 150.50 અંક એટલે કે 0.64 ટકા વધીને 23,732.50 અંકના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. તેવી જ રીતે સ્ટ્રેટ્સ ટાઇમ્સ ઇન્ડેક્સ 1.04 ટકા મજબૂતી સાથે 4,987.07 અંકના સ્તરે પહોંચ્યો છે. કોસ્પી ઇન્ડેક્સે આજે જોરદાર ઉછાળો નોંધાવ્યો છે અને હાલમાં 224.13 અંક એટલે કે 3.97 ટકા વધીને 5,864.61 અંકના સ્તરે છે.
તેમજ નિક્કેઈ ઇન્ડેક્સ 1,329.61 અંક એટલે કે 2.48 ટકા વધીને 55,030 અંકના સ્તરે પહોંચ્યો છે. ઉપરાંત તાઇવાન વેઇટેડ ઇન્ડેક્સ 479.54 અંક એટલે કે 1.42 ટકા વધીને 34,316.11 અંકના સ્તરે, જકાર્તા કોમ્પોઝિટ ઇન્ડેક્સ 84.55 અંક એટલે કે 1.19 ટકા મજબૂતી સાથે 7,106.84 અંકના સ્તરે અને સેટ કોમ્પોઝિટ ઇન્ડેક્સ 1.18 ટકા વધીને 1,450.74 અંકના સ્તરે ટ્રેડ કરી રહ્યા છે.
હિન્દુસ્થાન સમાચાર / યોગિતા પાઠક / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ