'માલામાલ વીકલી 2' ને નિર્માણ પહેલા તેના નવા દિગ્દર્શક અમિત શર્મા મળ્યા
નવી દિલ્હી, 18 માર્ચ (હિ.સ.) કોમેડી ફિલ્મ ''માલામાલ વીકલી'' ની સિક્વલ અંગે નવી માહિતી સામે આવી છે. રિતેશ દેશમુખ, પરેશ રાવલ અને રાજપાલ યાદવની ત્રિપુટી અભિનીત આ ફિલ્મ, પહેલાથી જ દર્શકોમાં ઉત્સાહ પેદા કરી રહી છે. પ્રિયદર્શને લગભગ બે દાયકા પહેલા રિલી
'માલામાલ વીકલી 2'


નવી દિલ્હી, 18 માર્ચ (હિ.સ.) કોમેડી ફિલ્મ 'માલામાલ વીકલી' ની સિક્વલ અંગે નવી માહિતી સામે આવી છે. રિતેશ દેશમુખ, પરેશ રાવલ અને રાજપાલ યાદવની ત્રિપુટી અભિનીત આ ફિલ્મ, પહેલાથી જ દર્શકોમાં ઉત્સાહ પેદા કરી રહી છે. પ્રિયદર્શને લગભગ બે દાયકા પહેલા રિલીઝ થયેલી આ ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું, પરંતુ હવે એવું જાણવા મળ્યું છે કે, સિક્વલ માટે તેમની જગ્યા બદલવામાં આવી છે.

અમિત શર્મા દિગ્દર્શનની જવાબદારી સંભાળશે:

સૂત્રો અનુસાર, 'માલામાલ વીકલી 2' હવે 'બધાઈ હો' માટે જાણીતા અમિત શર્મા દ્વારા દિગ્દર્શિત કરવામાં આવશે. અમિત ફ્રેન્ચાઇઝ ચાલુ રાખવા માટે ઉત્સાહિત હોવાનું કહેવાય છે અને ફિલ્મની વાર્તાને નવી રીતે રજૂ કરવાની તૈયારી કરી રહ્યો છે.

કલાકારો સાથે વાતચીત ચાલુ :

અહેવાલો અનુસાર, પરેશ રાવલ સિક્વલ માટે પાછા ફરવાનું લગભગ નક્કી છે, જોકે ઔપચારિક કરાર બાકી છે. રિતેશ દેશમુખ અને રાજપાલ યાદવ સાથે પણ વાતચીત ચાલુ છે. નિર્માતાઓ મૂળ ફિલ્મના કોમિક સમય અને મનોરંજન મૂલ્યને જાળવી રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે, સાથે સાથે વાર્તાને નવી સેટિંગમાં આગળ ધપાવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, બીજા હપ્તામાં પાત્રો અને વાર્તામાં ફેરફાર કરવામાં આવી શકે છે, જે દર્શકોને એક તાજો છતાં પરિચિત મનોરંજન અનુભવ પ્રદાન કરશે.

હિન્દુસ્થાન સમાચાર / લોકેશ ચંદ્ર દુબે / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande