ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે ગુજરાત રાજ્ય રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિ દ્વારા 13મું વાર્ષિક સ્નેહ મિલન યોજાયું
પાટણ, 02 માર્ચ (હિ.સ.)પાટણ જિલ્લાના સિદ્ધપુર સ્થિત ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે ગુજરાત રાજ્ય રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિ દ્વારા 13મું વાર્ષિક સ્નેહ મિલન સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો. આ પ્રસંગે ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત સહિત સમાજના અગ્રણીઓ અને વિવિ
ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે ગુજરાત રાજ્ય રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિ દ્વારા 13મું વાર્ષિક સ્નેહ મિલન યોજાયું


ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે ગુજરાત રાજ્ય રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિ દ્વારા 13મું વાર્ષિક સ્નેહ મિલન યોજાયું


પાટણ, 02 માર્ચ (હિ.સ.)પાટણ જિલ્લાના સિદ્ધપુર સ્થિત ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે ગુજરાત રાજ્ય રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિ દ્વારા 13મું વાર્ષિક સ્નેહ મિલન સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો. આ પ્રસંગે ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત સહિત સમાજના અગ્રણીઓ અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન સમાજની એકતા, મજબૂત સંકલન અને વિકાસલક્ષી કાર્યોને ગતિ આપવા અંગે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા પ્રતિનિધિઓએ સામાજિક મજબૂતીકરણ, પરસ્પર સહકાર અને આગામી સમયમાં સંગઠિત પ્રયાસો કરવા અંગે સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે સામંતસિંહ સોલંકી, વિક્રમસિંહજી મહારાઉલજી, રમજુભા જાડેજા, ડૉ. રુદ્રસિંહ ઝાલા, સુખદેવસિંહ વાઘેલા, કરણસિંહ વાઘેલા, વાસુદેવસિંહ ગોહિલ, વિરમદેવસિંહ ચુડાસમા, પ્રધ્યુમનસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ જાડેજા, પ્રવીણસિંહ વાઘેલા અને કિર્તીસિંહ વાઘેલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અંતે આયોજકો દ્વારા તમામ મહેમાનો અને પ્રતિનિધિઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande