પોરબંદર જિલ્લામાં બે સ્થળો એથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો.
પોરબંદર, 02 માર્ચ (હિ.સ.) પોરબંદર શહેર અને જીલ્લા હોળીના તહેવાર પર વિદેશી દારૂની હેરાફેરી કરતા શખ્સો પર પોલીસે તવાઈ બોલાવી હતી પોરબંદર શહેરના એરપોર્ટ નજીક આવેલા એપાર્ટમેન્ટમાંથી વિદેશી દારૂ કબ્જે કર્યો હતો જયારે રાણાવાવમા સ્ટેશન પ્લોટમાં મહિલાના
પોરબંદર જિલ્લામાં બે સ્થળો એથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો.


પોરબંદર, 02 માર્ચ (હિ.સ.) પોરબંદર શહેર અને જીલ્લા હોળીના તહેવાર પર વિદેશી દારૂની હેરાફેરી કરતા શખ્સો પર પોલીસે તવાઈ બોલાવી હતી પોરબંદર શહેરના એરપોર્ટ નજીક આવેલા એપાર્ટમેન્ટમાંથી વિદેશી દારૂ કબ્જે કર્યો હતો જયારે રાણાવાવમા સ્ટેશન પ્લોટમાં મહિલાના મકાનમાંથી વિદેશી દારૂ કબ્જે કર્યો હતો.

પોરબંદર શહેરના એરપોર્ટ નજીક આવેલા રાધેશ્યામ એપાર્ટમેન્ટના ફલેટમા વિદેશી દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે કમલાબાગ પોલીસે દરોડો પાડી વિદેશી દારૂની બોટલ નંગ-03 કિંમત રૂ.6000 તથા એપલનો મોબાઈલ મળી કુલ રૂ.56000ના મુદામાલ સાથે રાજા હેમન્દ્રકુમાર શાહનીને ઝડપી લીધો હતો જયારે રાણાવાવના સ્ટેશન પ્લોટ વિસ્તારમાં શાંતીબેન લાખાભાઈ મોઢવાડીયાના રહેણાંક મકાનમા પોલીસે દરોડો પાડી વિદેશી દારૂની બોટલ નંગ-09 કિંમત રૂ.2700ના મુદામાલ સાથે પોલીસે મહિલાને ઝડપી લીધી હતી તેમની સામે પ્રોહિબિશન હેઠળ રાણાવાવ પોલીસ સ્ટેશનમા ફરીયાદ નોંધવામા આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande