પોરબંદર મહાનગરપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક વિરુદ્ધ કાર્યવાહી.
પોરબંદર, 02 માર્ચ (હિ.સ.) પોરબંદર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ પર નિયંત્રણ લાવવા માટે સતત ચેકિંગ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. મ્યુનિસિપલ કમિશનર તથા નાયબ મ્યુનિસિપલ કમિશનર (પ્રોજેક્ટ) ના માર્ગદર્શન હેઠ
પોરબંદર મહાનગરપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક વિરુદ્ધ કાર્યવાહી.


પોરબંદર મહાનગરપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક વિરુદ્ધ કાર્યવાહી.


પોરબંદર મહાનગરપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક વિરુદ્ધ કાર્યવાહી.


પોરબંદર મહાનગરપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક વિરુદ્ધ કાર્યવાહી.


પોરબંદર, 02 માર્ચ (હિ.સ.) પોરબંદર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ પર નિયંત્રણ લાવવા માટે સતત ચેકિંગ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. મ્યુનિસિપલ કમિશનર તથા નાયબ મ્યુનિસિપલ કમિશનર (પ્રોજેક્ટ) ના માર્ગદર્શન હેઠળ વોર્ડ નં. 3 વિસ્તારમાં ઝોન સેનિટેશન સબ-ઇન્સ્પેક્ટર અને વોર્ડ સુપરવાઈઝરની ટીમ દ્વારા વિશેષ તપાસ હાથ ધરવામાં આવી હતી.

ચેકિંગ દરમિયાન કેટલીક દુકાનોમાં ગ્રાહકોને 120 માઇક્રોનથી ઓછી જાડાઈ ધરાવતી પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગ (ઝબલા) આપવામાં આવતી હોવાનું જણાઈ આવ્યું હતું. મહાનગરપાલિકાની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને કુલ 5 વેપારીઓ સામે દંડાત્મક પગલાં લીધા હતા. આ દરમિયાન સંબંધિત વેપારીઓ પાસેથી કુલ રૂ. 2,200 નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો તથા આશરે 5 કિલો જેટલું પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું.

પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને ઈકો ફ્રેન્ડલી બનાવવાના હેતુસર પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ સામે સઘન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. પાતળી પ્લાસ્ટિક બેગના કારણે પર્યાવરણને નુકસાન થાય છે તેમજ નિકાલ વ્યવસ્થામાં પણ ગંભીર સમસ્યાઓ ઊભી થાય છે. આથી વેપારીઓ અને નાગરિકોને કાપડની થેલી, કાગળની થેલી અથવા અન્ય પર્યાવરણમૈત્રી વિકલ્પોનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવે છે. 120 માઇક્રોનથી ઓછી જાડાઈ ધરાવતી પ્લાસ્ટિક બેગ તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવશે તો મહાનગરપાલિકાના લાગુ ઉપનિયમો મુજબ રૂ. 5,000 સુધીનો દંડ કરવામાં આવશે તેમજ આવશ્યક હોય તો વધુ કડક કાર્યવાહી પણ કરવામાં આવશે તેવું મહાનગરપાલિકા તરફથી સર્વે વેપારીઓને ફરીથી સૂચિત કરવામાં આવ્યું હતું. શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે આવનાર સમયમાં પણ નિયમિત ચેકિંગ અભિયાન ચાલુ રાખવામાં આવશે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande