બીલીમોરા એસટી ડેપોમાં ઉભી બસ સરકી, પાર્કિંગમાં અથડાતા નુકસાન
નવસારી, 02 માર્ચ (હિ.સ.): બીલીમોરા ST ડેપોમાં સોમવારે સવારે એક બસ અચાનક પાછળની તરફ સરકતાં નાનો અકસ્માત સર્જાયો હતો. જોકે સદભાગ્યે ઘટનામાં કોઈ મુસાફર કે સ્ટાફને ઈજા પહોંચી નહોતી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. માહિતી મુજબ, ગુજરાત રાજ્ય માર્ગ
Navsari


નવસારી, 02 માર્ચ (હિ.સ.): બીલીમોરા ST ડેપોમાં સોમવારે સવારે એક બસ અચાનક પાછળની તરફ સરકતાં નાનો અકસ્માત સર્જાયો હતો. જોકે સદભાગ્યે ઘટનામાં કોઈ મુસાફર કે સ્ટાફને ઈજા પહોંચી નહોતી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.

માહિતી મુજબ, ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC)ની બસ ડેપોમાં પાર્ક કરેલી હતી, પરંતુ હેન્ડબ્રેક યોગ્ય રીતે લાગેલ ન હોવાને કારણે તે અચાનક રિવર્સ ગતિએ ચાલવા લાગી હતી.

પાછળ સરકતી બસ ડેપો નજીકના પાર્કિંગ વિસ્તારમાં આવેલા શેડ સાથે અથડાઈ હતી અને આગળ જઈને સ્ટીલના થાંભલા સાથે અથડાતાં અટકી ગઈ હતી. આ ઘટનામાં પાર્કિંગમાં ઉભેલા કેટલાક વાહનોને નુકસાન પહોંચ્યું હતું તેમજ ગેટના પતરા વાંકાં થઈ ગયા હતા.

ઘટના બાદ ડેપો તંત્રએ પ્રાથમિક તપાસ શરૂ કરી છે અને આવી ઘટના ફરી ન બને તે માટે સુરક્ષા પગલાં વધુ કડક બનાવવાની દિશામાં વિચારણા કરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande