કોસંબા ઘટનાના વિરોધમાં સુરતમાં ગૌરક્ષકોનો ઉગ્ર વિરોધ, કડક કાર્યવાહી માટે આવેદન
સુરત, 02 માર્ચ (હિ.સ.): કોસંબા નજીક હથોડા ગામમાં ગૌરક્ષકો અને પોલીસ પર થયેલા હુમલાને લઈ સુરતમાં ભારે વિરોધ નોંધાયો હતો. ગૌરક્ષા સમિતિના આહ્વાન પર મોટી સંખ્યામાં ગૌરક્ષકો શહેરમાં એકત્રિત થયા અને રેલી કાઢી હતી. વનિતા વિશ્રામ મેદાનથી શરૂ થયેલી આ રેલી
Surat


સુરત, 02 માર્ચ (હિ.સ.): કોસંબા નજીક હથોડા ગામમાં ગૌરક્ષકો અને પોલીસ પર થયેલા હુમલાને લઈ સુરતમાં ભારે વિરોધ નોંધાયો હતો. ગૌરક્ષા સમિતિના આહ્વાન પર મોટી સંખ્યામાં ગૌરક્ષકો શહેરમાં એકત્રિત થયા અને રેલી કાઢી હતી. વનિતા વિશ્રામ મેદાનથી શરૂ થયેલી આ રેલી કલેક્ટર કચેરી સુધી પહોંચી, જ્યાં પ્રદર્શનકારીઓએ પોતાની માંગણીઓ રજૂ કરી.

રેલી દરમિયાન પ્રદર્શનકારીઓએ ભગવા ધ્વજ સાથે “ગૌમાતાની જય” જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા, જેના કારણે શહેરના મુખ્ય માર્ગો પર વિશેષ ચહલપહલ જોવા મળી હતી. પોલીસ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, છતાં પ્રદર્શનકારીઓમાં ઘટના પ્રત્યે ભારે રોષ દેખાયો હતો.

આંદોલનકારીઓએ ગાયને માત્ર પશુ તરીકે નહીં પરંતુ આસ્થાનું પ્રતીક ગણાવી તેને “રાજ્યમાતા”નો દરજ્જો આપવાની માંગ કરી હતી. તેમના કહેવા મુજબ, આ પ્રકારનો દરજ્જો આપવામાં આવે તો ગૌવંશની સુરક્ષા વધુ મજબૂત બની શકે અને આવા બનાવો પર નિયંત્રણ આવી શકે.

સાથે જ પ્રદર્શનકારીઓએ કોસંબાની ઘટનામાં સંડોવાયેલા આરોપીઓ સામે કડક સજા કરવાની માંગણી કરી હતી. તેમણે સરકારને વિનંતી કરી કે કેસની ઝડપી સુનાવણી કરીને દોષિતોને કડક દંડ આપવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande