
નવી દિલ્હી, 02 માર્ચ (હિ.સ.) મધ્ય પૂર્વમાં દુશ્મનાવટ વધવાને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં 7% થી વધુનો વધારો
થયો છે. ઇરાન પર યુએસ-ઇઝરાયલી લશ્કરી હુમલાઓ પછી ક્રૂડ ઓઇલના ભાવમાં આ વધારો થયો
છે.
સોમવારે, વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડ ઓઇલના ભાવ 7.60% વધીને 78.41 ડોલર પ્રતિ બેરલ
થયા, જ્યારે યુએસ
વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (ડબલ્યુટીઆઈ) ક્રૂડ ફ્યુચર્સ 7.19% વધીને 71.86 ડોલર પ્રતિ બેરલ થયા. દરમિયાન, પેટ્રોલિયમ નિકાસ
કરતા દેશોના અગ્રણી સંગઠન ઓપેક, આવતા મહિનાથી
ક્રૂડ ઓઇલનું ઉત્પાદન વધારવા માટે સંમત થયા છે. સઉદી અરેબિયા અને રશિયાના
નેતૃત્વમાં મુખ્ય સભ્યો દરરોજ વધારાના 260,000 બેરલનું ઉત્પાદન કરશે.
વિશ્લેષકો કહે છે કે, મધ્ય પૂર્વ અથવા પશ્ચિમ એશિયામાં વધતા
ભૂ-રાજકીય તણાવ, વૈશ્વિક વાયદા
બજારમાં, ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાનું કારણ બની રહ્યા છે. આ પ્રદેશમાં તેલ
પુરવઠામાં વિક્ષેપ પડવાની આશંકાને કારણે વેપારીઓએ ખરીદી વધારી છે. અહેવાલો સૂચવે
છે કે, જો હોર્મુઝ સ્ટ્રેટમાં વિક્ષેપ ચાલુ રહેશે, તો બ્રેન્ટ ક્રૂડના ભાવ પ્રતિ બેરલ 90 ડોલરથી ઉપર વધી
શકે છે. વ્યાપક પ્રાદેશિક સંઘર્ષની સ્થિતિમાં, ક્રૂડ તેલના ભાવ પ્રતિ બેરલ 100 ડોલર થી પણ વધી શકે છે.
મધ્ય પૂર્વમાં લાંબા સમય સુધી તણાવ પરિવહન અને દરિયાઈ વીમા
ખર્ચમાં વધારો કરી શકે છે. ગલ્ફ પ્રદેશ તરફના દરિયાઈ માર્ગો ખોરવાઈ શકે છે. જેનાથી વેપાર સંતુલન પર વધારાનું દબાણ આવી શકે
છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ