ભાવનગર બોટાદ જિલ્લામાં 2636 જેટલા દિવ્યાંગોને 3.88 કરોડની કિંમતના સાધન સહાય વિતરણ
- તળાજામાં દિવ્યાંગજનોને નિઃશુલ્ક સહાયક સાધનો વિતરણનો આખરી કેમ્પ યોજાયો - ભાવનગર, બોટાદ, સિહોર, પાલીતાણા, ગઢડા, ઉમરાળા અને તળાજા ખાતે સાધન સહાય વિતરણ કેમ્પમાં 4858 સાધનોનું વિતરણ કરાયું - તળાજા અને મહુવા તાલુકાના 389 દિવ્યાંગજનોને 64,40,604 ના ખર
ભાવનગર બોટાદ જિલ્લામાં 2636 જેટલા દિવ્યાંગોને 3.88 કરોડની કિંમતના સાધન સહાય વિતરણ


- તળાજામાં દિવ્યાંગજનોને નિઃશુલ્ક સહાયક સાધનો વિતરણનો આખરી કેમ્પ યોજાયો

- ભાવનગર, બોટાદ, સિહોર, પાલીતાણા, ગઢડા, ઉમરાળા અને તળાજા ખાતે સાધન સહાય વિતરણ કેમ્પમાં 4858 સાધનોનું વિતરણ કરાયું

- તળાજા અને મહુવા તાલુકાના 389 દિવ્યાંગજનોને 64,40,604 ના ખર્ચે 706 સહાયક સાધનોનું વિતરણ કરાયું

ભાવનગર,02 માર્ચ (હિ.સ.) ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI), તળાજા ખાતે ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) ની CSR યોજના તથા ભારત સરકારની એડિપ (ADIP) યોજના અંતર્ગત દિવ્યાંગજનો માટે નિઃશુલ્ક સહાયક સાધનો વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.

આ તકે કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુ બાંભણિયા એ જણાવ્યું હતું કે 2636 ની જેટલા દિવ્યાંગોને 19 પ્રકારના સાધનો 3.88 કરોડની આસપાસના સાધન સહાય વિતરણ કરવામાં આવ્યા છે. દિવ્યાંગો ને સાધન સહાય મળવાથી એમના જીવન ધોરણમાં સુધારો આવશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નેતૃત્વમાં દિવ્યાંગજન નામ આપીને દિવ્યાંગોને સન્માન આપ્યું છે. કેમ્પમાં સાધન સહાયથી દિવ્યાંગજનો પોતાના કામો સરળતાથી કરી શકશે એટલું જ નહીં સ્વમાનભેર જીવી શકશે.

વધુમાં જણાવ્યું હતું કે દેશમાં છેલ્લા 11 વર્ષમાં 18000 જેટલા કેમ્પો થયા છે. આ કેમ્પોમાં સાધનો મેળવીને દિવ્યાંગોના જીવનમાં પરિવર્તન આવ્યું છે. આ ઉપરાંત બજેટમાં દિવ્યાંગો માટે વિશિષ્ટ જોગવાઈ કરવામાં આવી છે. દિવ્યાંગ કૌશલ્ય યોજના અંતર્ગત દિવ્યાંગો ને તાલીમ આપવામાં આવશે તેમજ સ્વરોજગાર આપવામાં આવશે. સરકારી નોકરીમાં દિવ્યાંગો માટે આરક્ષણ 3% થી વધારીને 4% કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત સરકારની દિવ્યાંગો માટે અનેક યોજનાઓ કાર્યરત છે.

આ તકે બોટાદમાં 5 જાન્યુઆરી,2026ના રોજ યોજાયેલ કેમ્પમાં 261 લાભાર્થીઓને 478 સાધન સહાય 39.74,084ના ખર્ચે, સિહોરમાં 6 જાન્યુઆરી,2026ના રોજ યોજાયેલ કેમ્પમાં 198 લાભાર્થીઓને 362 સાધન સહાય 28,48,014ના ખર્ચે, પાલીતાણામાં 7 જાન્યુઆરી,2026 ના રોજ યોજાયેલ કેમ્પમાં 366 લાભાર્થીઓને 737 સાધન સહાય 62,89,047 ના ખર્ચે, ભાવનગર શહેરમાં 16 જાન્યુઆરી,2026 ના રોજ યોજાયેલ કેમ્પમાં 1017 લાભાર્થીઓને 1769 સાધન સહાય 1,24,79,667ના ખર્ચે, ગઢડામાં 27 ફેબ્રુઆરી,2026 ના રોજ યોજાયેલ કેમ્પમાં 315 લાભાર્થીઓને 629 સાધન સહાય 49,62,485ના ખર્ચે, ઉમરાળામાં 28 ફેબ્રુઆરી ,2026ના રોજ યોજાયેલ કેમ્પમાં 90 લાભાર્થીઓને 177 સાધન સહાય 14,04,534 ના ખર્ચે તેમજ તળાજામાં 1 માર્ચ,2026 ના રોજ યોજાયેલ કેમ્પમાં 389 લાભાર્થીઓને 706 સાધન સહાય 68,77,969 ના ખર્ચે અમે કુલ 2636 લાભાર્થીઓને 4858 સાધન સહાયનું 3,88,35,800ના ખર્ચથી વિતરણ કરવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે ભાવનગર જિલ્લાનાના તળાજા અને મહુવા તાલુકાના કુલ 389 દિવ્યાંગજનોને પૂર્વે ચિહ્નિત કરવામાં આવ્યા હતા જે અંતર્ગત 64,40,604 ના ખર્ચે 706 સહાયક સાધનોનું વિતરણ

રાજ્યમંત્રી, ઉપભોક્તા કાર્ય, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય, ભારત સરકાર તથા ભાવનગર અને બોટાદના સાંસદ નીમુ બાંભણિયાના હસ્તે કરવામાં આવ્યું હતું.

પરીક્ષણ શિબિર બાદ કુલ 2636 દિવ્યાંગજનોને અંદાજે 3.88 કરોડની કિંમતના 4858 સહાયક સાધનોના નિઃશુલ્ક વિતરણ બોટાદ, શિહોર, પાલિતાણા, ભાવનગર શહેર, ગઢડા, ઉમરાળા અને તળાજા તાલુકા ખાતે વિતરણ કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનિય છે કે વર્ષ 2018 બાદ દિવ્યાંગોને સાધન સહાય અર્પણ કરવાનો આટલી મોટી સંખ્યામાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

ભાવનગર અને બોટાદમાં તબ્બકાવાર યોજાયેલા સાત કેમ્પોમાં આખરી કેમ્પ તળાજા ખાતે યોજાયો હતો જેમાં દિવ્યાંગજનોને એલિમ્કો દ્વારા બનાવાયેલા વિવિધ પ્રકારના સહાયક સાધનો જેમ કે બેટરી સંચાલિત મોટરાઇઝ્ડ ટ્રાઇસાયકલ, ટ્રાઇસાયકલ, વ્હીલચેર, CP ચેર, બેસાખી, શ્રવણ યંત્ર, કૃત્રિમ અંગ સહિતના સાધનો આપવામાં આવી રહ્યા છે. જેમાં તળાજા ખાતે મોટર ચાલિત ટ્રાઇસાયકલ –62 , ટ્રાઇસાયકલ – 167, વ્હીલચેર – 40, બેસાખી – 88, છડી – 92, સુગમ્ય કેન –29 , રોલેટર – 21 , TLM કિટ –53 , BTE ડિજિટલ પ્રકાર શ્રવણ યંત્ર – 46 , CP ચેર – 13 , વોકર – 22 , બ્રેલ કિટ – 03 , સ્માર્ટ ફોન – 12, ADL કિટ – 02, કૃત્રિમ અંગ –56 સહાયક સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande