
પોરબંદર, 02 માર્ચ (હિ.સ.) પોરબંદરના રાણાવડવાળા ગામે જુના મનદુઃખને લઇ પ્રૌઢ પર ત્રણ જેટલા શખ્સોએ કુહાડી અને લાકડી વડે હુમલો કરી ઈજા પહોંચાડી રાણાવાવ પોલીસ મથકમા આ અંગેની ફરીયાદ નોંધાઈ છે.
રાણાવડવાળા ગામે રહેતા ગોવિંદ મુંજાભાઈ ચાંડપાના નાના દિકરાને બે વર્ષ પૂર્વે આરોપી રવિ મનસુખ ચાવડા સાથે બોલાચાલી થઈ હતી જેના મનદુઃખને લઈ ગોવિંદ મુંજાભાઈ ચાવડા પર રવિ મનસુખ ચાવડા, પ્રકાશ મનસુખ ચાવડા,દિવ્યેશ ચાવડા અને દેવા નારણ ચાવડાએ કુહાડી અને લાકડી વડે હુમલ કરી માથાના ભાગે ઈજા પહોંચડી હતી આ બનાવ અંગે રાણાવાવ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya