




પોરબંદર, 02 માર્ચ (હિ.સ.)પોરબંદર શહેર અને જીલ્લામા હોળી-ધુળેટીના પર્વની ઉજવણીને લઈ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે હોળી-ધુળેટીના પર્વનુ ખાસ મહત્વ રહેલુ છે. ત્યારે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં હોળી બાદ ત્રણ પળવાની ઉજવણી કરવામા આવે છે પોરબંદર શહેરના વિવિધ વિસ્તારોમા હોલીકાનુ દહેન કરવામા આવશે આજે સોમવારે સવારથી હોળીનો શણગાર કરવામા આવી રહ્યો છે.
છાણા અને લાકડા ગોઠવામા આવ્યા હતા તો વાડી પ્લોટમા સૌથી વિશાળ કદના પુતળા સાથે હોલીકાનુ દહન કરવામા આવશે તો ખારવાવાડમા કેટલાક સ્થળોએ હોલીકાના પુતળા સાથે હોલીકાનુ દહન કરવામા આવશે રાત્રીના સમયે હોલીકા દહન બાદ લોકો ધાણી-દાળીયા હોલીકાને અર્પણ કરી પ્રદિક્ષણા કરી અને પુજન કરશે તો પોરબંદર જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ હોલીકા દહનને લઈ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
બરડા ડુંગરમા કાનમેરાની હોળી પ્રગ્ટયા બાદ બરડા પંથકમા હોળી પ્રગટાવાની પરંપરા છે. મંગળવારે ચંદ્ર ગ્રહણ હોવાના કારણે બુધવારે ધુળેટીના પર્વની ઉજવણી કરવામા આવશે પોરબંદર શહેરમા ડી જે સાથે ધુળેટી પર્વને લઇ ખાસ આયોજન કરવામા આવ્યુ છે.
વિવિધ મંદિર ખાતે ફુલ ડોલ ઉત્સવનુ આયોજન કરવામા આવ્યુ છે. પોરબંદર શહેર અને જીલ્લામા હોળી ધુળેટીના પર્વની ઉજવણીનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya