આજે હોલિકાદહન બાદ હોળીની ઝાળ પરથી નક્કી થશે, આગામી વર્ષ કેવું રહેશે?
અમદાવાદ,02 માર્ચ (હિ.સ.) હોળીના દિવસે ચારેતરફ ઉત્સાહ અને ઉમંગનો માહોલ હોય છે. છોકરીઓ સજીધજીને તૈયાર થાય છે. બાળકો ઉત્સાહથી એકઠા થાય છે અને મહિલાઓ પૂજાની થાળી તૈયાર કરે છે. ત્યારે માહોલમાં એક અલગ જ પ્રકારની ઊર્જા અનુભવાય છે. હોળી સાથે જોડાયેલો આ પ
After Holikadahan today, the Holi fire will decide what the next year will be like.


અમદાવાદ,02 માર્ચ (હિ.સ.) હોળીના દિવસે ચારેતરફ ઉત્સાહ અને ઉમંગનો માહોલ હોય છે. છોકરીઓ સજીધજીને તૈયાર થાય છે. બાળકો ઉત્સાહથી એકઠા થાય છે અને મહિલાઓ પૂજાની થાળી તૈયાર કરે છે. ત્યારે માહોલમાં એક અલગ જ પ્રકારની ઊર્જા અનુભવાય છે. હોળી સાથે જોડાયેલો આ પર્વ ખાલી પરંપરા નહીં, પણ ભાવનાઓનો ઉત્સવ છે. હોળી દહનને નકારાત્મકતા પર સકારાત્મકતાની જીતનું પ્રતીક માનવામાં આવે છે. પૌરાણિક કથામાં ભક્ત પ્રહ્લાદની અતૂટ શક્તિ અને હોળિકાના દહનની સ્મૃતિ આજે પણ લોકોને આસ્થાથી ભરી દે છે.

અસત્ય પર સત્યની જીતનું પર્વ એટલે હોલિકા દહન. ગુજરાતભરમાં આજે મોડી સાંજે હોલિકા દહન યોજાશે. હોલિકા દહનની સાથે સાથે હોળીની ઝાળ પરથી આગામી વર્ષ કેવું રહેશે તેનો વરતારો પણ આગાહીકારો દ્વારા આપવામાં આવશે. હોળીના પર્વ મુજબ આગાહીકારો ભડલી વાક્ય મુજબ આગામી વર્ષનો વરતારો કરતા હોય છે. હોળી જ્યારે પ્રગટાવવામાં આવે ત્યારે આગાહીકારો તેની ઝાળ કઈ દિશામાં જાય છે તેનું અવલોકન કરતા હોય છે અને તેના પરથી વરતારો આપે છે.

હોળીના દિવસે જ્યારે હોળી દહન કરવામાં આવે ત્યારે આગાહીકારો દ્વારા ભડલીવાક્ય મુજબ આગામી વર્ષમાં વરસાદ કેવું રહેશે તેનો વરતારો કાઢતા હોય છે. કઈ દિશામાં હોળીની ઝાળ જાય તો વર્ષ કેવું રહે તે ગ્રાફિક્સની મદદથી સમજીએ.

પ્રાચીન ભારતમાં વર્ષાઋતુના વરસાદની આગાહી અંગે કેટલીક પદ્ધતિઓ પ્રચલિત હતી અને તે આજે પણ પ્રચલિત છે.

જેમાં રોહિણીનો વાસ, વર્ષા સ્થંભ, વર્ષાઋતુ સમયે વાહન, ચોક્કસ તિથીઓમાં પવનની દિશા, સર્વતોભદ્ર ચક્ર, સપ્તશલાકા ચક્ર, સપ્તનાડી ચક્ર, ભડલીના વાક્યો, અખાત્રીજના પવનની દિશા, હોળીના જ્વાળાની દિશા, નાના નાના જીવ જંતુઓની હરકતો, વગેરે પરથી આગામી ચોમાસામાં વરસાદનો વરતારો કાઢવાની પરંપરા આપણે ત્યાં છે અને ખેડૂતોને આજે પણ તેમાં વિશ્વાસ છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande