
પોરબંદર, 02 માર્ચ (હિ.સ.) પોરબંદરના શિક્ષક વોકીંગમાં કમલાબાગમા ગયા હતા ત્યારે તેને સોનાનો ચેઇન મળતા મૂળ માલિકને શોધીને પોલીસની હાજરીમાંજ પરત આપવામાં આવ્યો છે.બનાવની વિગત એવી છે કે પોરબંદરના છાયામાં આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ચંદ્રેશ રજનીકાંત જોષી કેટલાક દિવસો પહેલા કમલાબાગમાં વોકીંગ કરવા ગયા હતા ત્યારે રોકેટ લસરપટ્ટીવાળા ગ્રાઉન્ડમાંથી તેમને બે તોલા સોનાનો ચેઇન મળ્યો હતો.તો બીજી બાજુ પોરબંદરના કેયુર ભાનુપ્રતાપ જોષીએ કમલાબાગ પોલીસને એવી જાણ કરી હતી કે તેઓ વોકીંગમાં ગયા ત્યારે સવારે તેમનો સોનાનો ચેઇન કયાંક પડી ગયો છે.
તો બીજીબાજુ શિક્ષક ચંદ્રેશ જોષીએ પોતાની રીતે તપાસ કરતા ચેઇન કેયુર જોષીનો હોવાનું જાણવા મળ્યું હતુ. તેથી કમલાબાગ પોલીસમથકે આવીને શિક્ષકે પોલીસની હાજરીમાં ચેઇન તેના મૂળમાલિકને સોંપીને પ્રામાણિકતા દાખવી હતી તેથી શિક્ષકની આ કામગીરીને બિરદાવવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya