પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા જાગૃતિ માટે આઈ.ઈ.સી. એક્ટિવિટી કાર્યક્રમ યોજાયો.
પોરબંદર, 02 માર્ચ (હિ.સ.) પોરબંદર મહાનગરપાલિકા દ્વારા ભારત સરકારના સ્વચ્છતા અભિયાનને વધુ મજબૂત બનાવવા તેમજ આવનારા સ્વચ્છ સર્વેક્ષણ 2025–26ને ધ્યાનમાં રાખી શહેરમાં વ્યાપક સ્તરે સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવા વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે
પોરબંદર મહાનગરપાલિકા દ્વારા  શહેરમાં સ્વચ્છતા જાગૃતિ માટે આઈ.ઈ.સી. એક્ટિવિટી કાર્યક્રમ યોજાયો.


પોરબંદર મહાનગરપાલિકા દ્વારા  શહેરમાં સ્વચ્છતા જાગૃતિ માટે આઈ.ઈ.સી. એક્ટિવિટી કાર્યક્રમ યોજાયો.


પોરબંદર મહાનગરપાલિકા દ્વારા  શહેરમાં સ્વચ્છતા જાગૃતિ માટે આઈ.ઈ.સી. એક્ટિવિટી કાર્યક્રમ યોજાયો.


પોરબંદર મહાનગરપાલિકા દ્વારા  શહેરમાં સ્વચ્છતા જાગૃતિ માટે આઈ.ઈ.સી. એક્ટિવિટી કાર્યક્રમ યોજાયો.


પોરબંદર, 02 માર્ચ (હિ.સ.) પોરબંદર મહાનગરપાલિકા દ્વારા ભારત સરકારના સ્વચ્છતા અભિયાનને વધુ મજબૂત બનાવવા તેમજ આવનારા સ્વચ્છ સર્વેક્ષણ 2025–26ને ધ્યાનમાં રાખી શહેરમાં વ્યાપક સ્તરે સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવા વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. મ્યુનિસિપલ કમિશનર તથા નાયબ મ્યુનિસિપલ કમિશનર (પ્રોજેક્ટ) ના માર્ગદર્શન અને સૂચના અનુસાર મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા સ્વચ્છતા અંગેની આઈ.ઈ.સી. (Information, Education and Communication) એક્ટિવિટી અંતર્ગત વિશેષ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ અભિયાન અંતર્ગત તાજેતરમાં શહેરના વધુ અવરજવરવાળા વિસ્તારોમાં નાગરિકોને સ્વચ્છતા અંગે જાગૃત કરવા માટે ખાસ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં એસ.ટી. બસ સ્ટેન્ડ, સિટી બસ સ્ટેન્ડ – સુદામા ચોક, શીતળા ચોક તેમજ ખારવાવાડ વિસ્તાર (વોર્ડ નં. 7) ખાતે ડોર-ટુ-ડોર પ્રચાર વાહન દ્વારા સ્વચ્છતા સંદેશાઓ પ્રસારિત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન સ્થાનિક નાગરિકો, વેપારીઓ, મુસાફરો તથા આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોને સ્વચ્છતા જાળવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન નાગરિકોને જાહેર સ્થળોએ ગંદકી ન કરવા, કચરો ખુલ્લા સ્થળે ન ફેંકવા, પ્લાસ્ટિકના પ્રતિબંધિત અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા તેમજ ઘરગથ્થુ કચરાને સુકા અને ભીના કચરામાં અલગ પાડીને મહાનગરપાલિકાના ડોર-ટુ-ડોર કલેક્શન વાહનમાં જ આપવો તે અંગે વિગતવાર સમજ આપવામાં આવી હતી. સાથે સાથે શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા દરેક નાગરિકની સહભાગિતાની મહત્વતા અંગે સમજાવવામાં આવ્યું હતું. સ્વચ્છતા માત્ર મહાનગરપાલિકાની જવાબદારી નથી, પરંતુ નાગરિકોનો સક્રિય સહકાર પણ એટલો જ જરૂરી હોવાનું મહાનગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું હતું. નાગરિકો દ્વારા સ્વચ્છતા અંગે સજાગતા રાખવામાં આવશે તો શહેરને સ્વચ્છ, આરોગ્યપ્રદ અને આદર્શ શહેર બનાવવામાં મોટી મદદ મળશે. આ જાગૃતિ કાર્યક્રમમાં મહાનગરપાલિકાના વિવિધ વોર્ડના સેનિટેશન સબ ઈન્સ્પેક્ટરો, સુપરવાઈઝરો અને સ્ટાફ સભ્યો સક્રિય રીતે જોડાયા હતા.

ઉપરાંત ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) તરફથી ડેપો મેનેજર પી.બી. મકવાણા, સ્ટેન્ડ ઈન્ચાર્જ એચ.એમ. રૂઘાણી તથા અન્ય કર્મચારીઓએ સહભાગી બની પત્રિકાનું વિતરણ કરી કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપ્યો હતો. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા આગામી સમયમાં શહેરના વિવિધ વિસ્તારોમાં આવા જાગૃતિ કાર્યક્રમો આયોજિત કરી નાગરિકોને સ્વચ્છતા પ્રત્યે વધુ જવાબદાર અને સજાગ બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે. આમ, શહેરને સ્વચ્છતા રેન્કિંગમાં આગળ લાવવા માટે મહાનગરપાલિકા દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને તેમાં નાગરિકોના સહયોગની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande