પ્રધાનમંત્રી મોદી એ, હૈદરાબાદ હાઉસ ખાતે કેનેડાના પ્રધાનમંત્રી કાર્ની સાથે મુલાકાત કરી
નવી દિલ્હી, 2 માર્ચ (હિ.સ.): કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્ની, સોમવારે રાષ્ટ્રીય રાજધાનીમાં હૈદરાબાદ હાઉસ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા. બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો ચાલી રહી છે, જેમાં ભારત-કેનેડા સંબંધોને પુનર્જીવિત કરવા, વેપાર
પ્રધાનમંત્રી મોદી એ, હૈદરાબાદ હાઉસ ખાતે કેનેડાના પ્રધાનમંત્રી કાર્ની સાથે મુલાકાત કરી


નવી દિલ્હી, 2 માર્ચ (હિ.સ.): કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્ની, સોમવારે રાષ્ટ્રીય રાજધાનીમાં હૈદરાબાદ હાઉસ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા. બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો ચાલી રહી છે, જેમાં ભારત-કેનેડા સંબંધોને પુનર્જીવિત કરવા, વેપાર સહયોગ વધારવા અને વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

અગાઉ, વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ કાર્નીને મળ્યા હતા. કેનેડાના પ્રધાનમંત્રીની મુલાકાતનો હેતુ સહયોગ વધારવાનો છે, ખાસ કરીને ઊર્જા, કૃત્રિમ બુદ્ધિમતા (એઆઈ) અને મુખ્ય ટેકનોલોજી ક્ષેત્રોમાં.

કાર્ની સૌપ્રથમ મુંબઈ પહોંચ્યા, જ્યાં તેમણે મુખ્ય ઉદ્યોગ પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી અને ગઈકાલે રાત્રે દિલ્હી પહોંચ્યા.

હિન્દુસ્થાન સમાચાર / પ્રશાંત શેખર / અનુપ શર્મા

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande