
જુનાગઢ 2 માર્ચ (હિ.સ.) જિલ્લા મહિલા અને બાળ અધિકારી સી.જી. સોજીત્રા અને દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી બી.ડી. ભાડના માર્ગદર્શન હેઠળ કાર્યરત “સંકલ્પ” ડીસ્ટ્રીક હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન દ્વારા મહિલાઓના સશક્તીકરણ અને સુરક્ષા માટે કાર્યરત માળખાઓને મજબૂત બનાવવા તેમજ સમાજમાં વ્યાપક લિંગ આધારિત પૂર્વગ્રહો અને ભેદભાવ દૂર કરવા માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે.
મહિલા કલ્યાણકારી યોજનાઓ, કાયદાઓ અને કાર્યક્રમોની માહિતી છેવાડાની મહિલાઓ તથા સામાન્ય નાગરિકો સુધી પહોંચે તે હેતુસર ડીસ્ટ્રીક હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન ટીમ દ્વારા જૂનાગઢ જિલ્લાના વિવિધ તાલુકાઓ તેમજ શહેરી વિસ્તારોમાં મહિલાલક્ષી યોજનાઓ અંગે જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેમિનાર દ્વારા લાભાર્થીઓ સુધી યોજનાઓની વિગતવાર માહિતી પહોંચાડવામાં આવી, યોજનાના લાભ મેળવવામાં આવતી મુશ્કેલીઓ અંગે માર્ગદર્શન અને સરકારની યોજનાઓનો યોગ્ય લાભ મળે તે માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. તેમ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની યાદીમાં જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ