મુસાફરો પાસેથી રૂપિયા વસૂલ કરી ટીકીટ ન આપનાર ૦૪ કંડકટરો વિરુદ્ધ નિગમના કાર્યવાહી હાથ ધરવામાં આવી
જૂનાગઢ 02 માર્ચ (હિ.સ.) ગુજરાત રાજય માર્ગ પરિવહન નિગમ જૂનાગઢ વિભાગ દ્રારા નિગમના નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા તથા મુસાફરોને સુરક્ષિત અને સ્વચ્છ મુસાફરી સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુસર ફેબુ્આરી માસ દરમિયાન વિશેષ ચકાસણી અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
મુસાફરો પાસેથી રૂપિયા વસૂલ કરી ટીકીટ ન આપનાર ૦૪ કંડકટરો વિરુદ્ધ નિગમના કાર્યવાહી હાથ ધરવામાં આવી


જૂનાગઢ 02 માર્ચ (હિ.સ.) ગુજરાત રાજય માર્ગ પરિવહન નિગમ જૂનાગઢ વિભાગ દ્રારા નિગમના નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા તથા મુસાફરોને સુરક્ષિત અને સ્વચ્છ મુસાફરી સુવિધા ઉપલબ્ધ થાય તે હેતુસર ફેબુ્આરી માસ દરમિયાન વિશેષ ચકાસણી અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. વિભાગીય નિયામક શ્રી વી.બી. ડાંગરના માર્ગદર્શન હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી હતી. નીચે મુજબ કાર્યવાહી કરવામાં આવી છે.

આ અભિયાન હેઠળ મુસાફરો પાસેથી રૂ. ૮૪૮ વસૂલ કરી ટીકીટ ન આપનાર કુલ ૦૪ કંડકટરોને પકડી લેવામાં આવ્યા હતા. તેમના વિરુદ્ધ નિગમના ધારા-ધોરણ મુજબ ખાતાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ટિકિટ લીધા વગર મુસાફરી કરતા ૨૦ મુસાફરોને પકડી સ્થળ પર જ રૂ. ૭૭૪૨ નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.વિભાગના કુલ ૦૯ ડેપો ખાતે ધુમ્રપાન તેમજ બસ અને બસ સ્ટેશનમાં પાન-માવો ખાઈ પિચકારી મારી ગંદકી ફેલાવતા કુલ ૧૮૦ લોકો સામે કેસ કરી રૂ. ૩૯૮૫ નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.

વિભાગીય નિયામકએ તમામ મુસાફરો અને કર્મચારીઓને નિયમોનું પાલન કરવા, ટિકિટ લઈ મુસાફરી કરવા તથા બસ અને બસ સ્ટેશન પર સ્વચ્છતા જાળવવા અનુરોધ કર્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande