


પોરબંદર, 02 માર્ચ (હિ.સ.) પોરબંદરના અનેક લોકો ઈઝરાયેલમાં કોઈને કોઈને કંપનીમા કામ કરી રહ્યાં છે ઈરાન-ઈઝારાયેલા વચ્ચે યુધ્ધનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે પોરબંદરના લોકોમાં ચિંતા જોવા મળી રહી છે ઈઝરાયેલમાં સતત વાગતા સાયરનો વચ્ચે ઈઝરાયેલમાં પોરબંદરના લોકો બંકરમા જઈ પોતાનો જીવ બચાવતા હોવાના વીડીઓ સામે આવી રહ્યાં છે જેથી પોરબંદરમાં રહેતા પરિવારજનોમાં ચિંતા જોવા મળી રહી છે.ઈઝરાયલ – ઇરાન વચ્ચેના યુધ્ધમાં હવે હજારો કિલોમીટર દુર રહેતા પરિવારજનોમા ચિંતા જોવા મળી રહી છે ઈઝરાયલમા સતત વાગતા સાયરનો અને હુમલાની ધટનાને લઈને સોશ્યલ મીડીયામાં અનેક અફવાઓ ફેલાય રહી છે આજે પોરબંદરથી અનેક લોકો ઈઝરાયેલા કામગીરી કરી રહ્યાં છે ત્યારે પોરબંદરના લોકોના પરિવારમાં ચિંતા જોવા મળી રહી છે.
પોરબંદરમાં રહેતા ભુપત મોઢવાડિયાએ જણાવ્યું હતું કે તેમના કૌટુંબિક ભાઈ બહેન ઈઝરાયલ છે યુદ્ધ પરિસ્થિતિ વચ્ચે નિયમિત ખબર અંતર પૂછી ને વાતચીત કરી રહ્યા છે હાલ તેઓ સલામત છે.ઇઝરાયલ રહેલા યુવાને એવુ જણાવ્યુ હતુ કે સતત સાયરનો વાગે છે ખરાબ પરિસ્થિતિ સમયે મસેજે આવે છે અને બંકરમા આશરો આપવામા આવે છે.
પરિસ્થિતિ સામાન્ય થાય ત્યારે ફરી રૂટીગ કામ શરૂ કરી દેવામા આવે છે .છેલ્લા બે દિવસ કરતા આજે થોડી પરિસ્થિતિ કપરી બની છે. જોકે મોટાભાગના ભારતીયો સલામત છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya