ઊંઝા ધારાસભ્ય કિરીટ પટેલનો ગ્રામ્ય વિસ્તારોમાં પ્રવાસ, નવનિયુક્ત સરપંચો સાથે શુભેચ્છા મુલાકાત
મહેસાણા, 02 માર્ચ (હિ.સ.) ઊંઝા વિધાનસભાના ધારાસભ્ય કિરીટ પટેલે 01 માર્ચ ના રોજ ઊંઝા તાલુકાના વિવિધ ગામોમાં સઘન પ્રવાસ કર્યો હતો. આ દરમિયાન તેમણે મક્તુપુર, ટુંડાવ, અમુઢ, લીંડી, વિશોળ, વરવાડા, બ્રાહ્મણવાડા, કામલી, જગન્નાથપુરા, કહોડા, ખટાસણા, મહેરવ
ઊંઝા ધારાસભ્ય કિરીટભાઈ પટેલનો ગ્રામ્ય વિસ્તારોમાં પ્રવાસ, નવનિયુક્ત સરપંચો સાથે શુભેચ્છા મુલાકાત


મહેસાણા, 02 માર્ચ (હિ.સ.) ઊંઝા વિધાનસભાના ધારાસભ્ય કિરીટ પટેલે 01 માર્ચ ના રોજ ઊંઝા તાલુકાના વિવિધ ગામોમાં સઘન પ્રવાસ કર્યો હતો. આ દરમિયાન તેમણે મક્તુપુર, ટુંડાવ, અમુઢ, લીંડી, વિશોળ, વરવાડા, બ્રાહ્મણવાડા, કામલી, જગન્નાથપુરા, કહોડા, ખટાસણા, મહેરવાડા, ભુણાવ, લીહોડા અને દાસજ સહિતના ગામોની મુલાકાત લીધી હતી.

પ્રવાસનો મુખ્ય હેતુ તાજેતરમાં ચૂંટાયેલા નવનિયુક્ત સરપંચો સાથે શુભેચ્છા મુલાકાત કરવાનો હતો. ધારાસભ્યએ તમામ સરપંચોને અભિનંદન પાઠવી ગામોના સર્વાંગી વિકાસ માટે નિષ્ઠાપૂર્વક કાર્ય કરવાની અપીલ કરી હતી. આ સાથે ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધી તેમની સમસ્યાઓ અને રજૂઆતો પણ ધ્યાનપૂર્વક સાંભળી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

આ પ્રસંગે ઊંઝા તાલુકા ભાજપના પ્રમુખ હર્ષદઈ પટેલ, મહામંત્રી યોગેશ પટેલ અને રાહુલજી ઠાકોર, ઉપપ્રમુખ ધર્મેન્દ્ર પટેલ તેમજ મંત્રી રાકેશ પટેલ અને જગદીશ પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ મુલાકાતથી ગ્રામ્ય સ્તરે સંકલન મજબૂત બનશે અને વિકાસ કાર્યોને વધુ ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande