મસાલા પાકોના ઉત્પાદનમાં ઘટાડાનો અંદાજ: FISS ની એન્યુઅલ મીટિંગમાં મહત્વના આંકડા જાહેર
મહેસાણા, 02 માર્ચ (હિ.સ.) ફેડરેશન ઓફ ઇન્ડિયન સ્પાઈસીસ સ્ટેકહોલ્ડર્સ (FISS) ની વાર્ષિક ક્રોપ મીટ ગતરોજ યોજાઈ હતી, જેમાં મસાલા પાકોના ઉત્પાદન અને નવી કૃષિ ટેકનોલોજી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. સેમિનારમાં રજૂ થયેલા પ્રાથમિક અંદાજ મુજબ આ વર્ષે જીરુ
મસાલા પાકોના ઉત્પાદનમાં ઘટાડાનો અંદાજ: FISS ની એન્યુઅલ મીટિંગમાં મહત્વના આંકડા જાહેર


મહેસાણા, 02 માર્ચ (હિ.સ.) ફેડરેશન ઓફ ઇન્ડિયન સ્પાઈસીસ સ્ટેકહોલ્ડર્સ (FISS) ની વાર્ષિક ક્રોપ મીટ ગતરોજ યોજાઈ હતી, જેમાં મસાલા પાકોના ઉત્પાદન અને નવી કૃષિ ટેકનોલોજી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. સેમિનારમાં રજૂ થયેલા પ્રાથમિક અંદાજ મુજબ આ વર્ષે જીરું, વરિયાળી, ધાણા અને મેથી જેવા મુખ્ય મસાલા પાકોના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

દાંતીવાડા એગ્રિકલ્ચરલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ એક્સપર્ટ ટ્રેડર્સના માર્ગદર્શન હેઠળ કરેલા સર્વે અનુસાર જીરુંનું ઉત્પાદન આશરે 93 લાખ બોરી રહેવાનો અંદાજ છે, જે ગયા વર્ષની સરખામણીએ 5% ઓછું છે. વરિયાળીમાં આશરે 18 લાખ બોરી ઉત્પાદન સાથે 10% ઘટાડો નોંધાયો છે. ધાણામાં સૌથી વધુ 13% ઘટાડો થઈ આશરે 96 લાખ બોરી ઉત્પાદન રહેવાની શક્યતા છે, જ્યારે મેથીમાં 11% ઘટાડા સાથે અંદાજે 15 લાખ બોરી ઉત્પાદન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

મીટિંગમાં કૃષિ સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન અને આધુનિક ટેકનોલોજી અપનાવી ઉત્પાદન ક્ષમતા વધારવા અંગે નિષ્ણાતોએ માર્ગદર્શન આપ્યું. ગુજરાત સહિત 10 રાજ્યોમાંથી 450થી વધુ પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande