ખેલ મહાકુંભ-2025ના વિજેતાઓ માટે અંતિમ તક: રોકડ પુરસ્કારના ફોર્મ 06 માર્ચ સુધી જમા કરાવવાના
મહેસાણા, 02 માર્ચ (હિ.સ.) સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા વહીવટી તંત્ર મહેસાણા તથા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રના સંયુક્ત પ્રયત્નોથી ચાલુ વર્ષે ખેલ મહાકુંભ-2025નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાકક્ષાની આ સ્પર્
ખેલ મહાકુંભ-2025ના વિજેતાઓ માટે અંતિમ તક: રોકડ પુરસ્કારના ફોર્મ 06 માર્ચ સુધી જમા કરાવવાના


મહેસાણા, 02 માર્ચ (હિ.સ.) સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા વહીવટી તંત્ર મહેસાણા તથા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રના સંયુક્ત પ્રયત્નોથી ચાલુ વર્ષે ખેલ મહાકુંભ-2025નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાકક્ષાની આ સ્પર્ધાઓમાં વ્યક્તિગત તેમજ સાંઘિક રમતોમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા થયેલા ખેલાડીઓ, ટીમો અને સંસ્થાઓને રોકડ પુરસ્કાર આપવામાં આવવાના છે.

જોકે, કેટલાક વિજેતાઓએ હજી સુધી પોતાના રોકડ પુરસ્કાર મેળવવા માટેના ફોર્મ કચેરીમાં જમા કરાવ્યા નથી. આવા તમામ બાકી રહેલા વિજેતાઓને જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા રમતગમત અધિકારી, મહેસાણા દ્વારા અંતિમ તક આપવામાં આવી છે. સંબંધિત ખેલાડીઓએ 06 માર્ચ શુક્રવારના રોજ સાંજે 5:00 કલાક સુધી કચેરી સમય દરમિયાન જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, સરદાર પટેલ જિલ્લા રમત સંકુલ, પાંચોટ-મહેસાણા ખાતે ફોર્મ જમા કરાવવાના રહેશે.

નિયત સમય મર્યાદા બાદ કોઈપણ ફોર્મ સ્વીકારવામાં નહીં આવે.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande