

પોરબંદર, 02 માર્ચ (હિ.સ.) માધવપુરમાં વર્ષોથી ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીનાં વિવાહ ઉત્સવની ઉજવણી ચૈત્રમાસમાં કરવામાં આવે છે. રામનવમીનાં દિવસથી ભગવાન શ્રી કૃષ્ણનાં લગ્નોત્સવનો પ્રારંભ થાય છે તે પર્વે ધુળેટીના દિવસે માધવપુરમાં માધવના લગ્નની કંકોત્રી લખાવામાં આવે છ. હોળી ધુળેટીનો પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે માધવપુરમા માધવનના લગ્નની કંકોત્રી સહિતની તૈયારીઓ શરૂ થઈ ચુકી છે.
મળતી માહિતી મુજબ આગામી ચાર માર્ચના રોજ ધુળેટીના પર્વે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ ઉત્સવ લઈને લગ્નની કંકોત્રી મોર પીંછથી લખાવામાં આવશે. માધવપુરમાં આવેલ ભગવાન શ્રીકૃષ્ણના નિજ મંદિરે ભગવાનને વરણાંગીમાં બિરાજી કિર્તનકારો સાથે વાજતે ગાજતે ઢોલ શરણાઈના સૂર સાથે મુખ્ય બજારમાં થઈ મધુવનમાં આવેલ રૂક્ષ્મણીજીના પિયર પહોંચશે અને પરંપરા મુજબ મોરપીંછથી ભગવાન શ્રી કૃષ્ણની લગ્નની કંકોત્રી લખવામા આવશે સાથે સાથે માધવપૂરમાં ભગવાનના લગ્નોત્સવ ચૈત્રસુદ નોમ, દશમ, અગીયારસ સુધી ભગવાનની વરણાંગી અને ફુલેકુ ચૈત્રસુદ બારસનાં રોજ વિવાહ ઉત્સવ યોજાશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ માધવપુર ખાતે રાષ્ટ્રિયકક્ષાનો મેળો 27માર્ચથી 31 માર્ચ સુધી યોજાશે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya