
પોરબંદર, 02 માર્ચ (હિ.સ.) હાલ સરકાર દ્વારા ઘઉં, ચણા જેવા પાકો ને ટેકા ના ભાવ થી ખરીદી કરવાનો ઉત્તમ નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવેલ છે જે અભિનંદન ને પાત્ર છે પરંતુ ગુજરાત માં અનેક ખેડૂતો સીનિયર સિટીજન ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવા જતાં હોય છે પરંતુ ત્યાં જ્યારે ફિંગર મશીનમાં ફિંગર આપે ત્યારે મોટી ઉમરના લીધે તેમના ફિંગર મશીનમાં આવતા નથી એટલે આ ટેક્નિકલ કારણના લીધે અનેક ખેડૂતો આ લાભથી વંચિત રહી જાય છે આ તકલીફ અમારા ધ્યાને આવતા ખેડૂતોના હિતને ધ્યાને રાખી યોગ્ય નિર્ણય કરવા પૂર્વ મહામંત્રી અશોક મોઢા દ્વારા કૃષિમંત્રી જીતુ વાઘાણીને આવેદન પાઠવાયું છે.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya