ચીખલીમાં આરટીઑ ઈ-ચલણના બહાને શિક્ષકનો ફોન હેક, ₹84 હજારની ઠગાઈ
નવસારી, 02 માર્ચ (હિ.સ.): ચીખલીના એક શિક્ષક સાયબર ઠગોના જાળમાં ફસાયા છે, જ્યાં RTO ઈ-ચલણના નામે મોકલાયેલી શંકાસ્પદ APK ફાઈલ ખોલતા જ તેમનો મોબાઈલ હેક થઈ ગયો. આ ઘટનામાં ઠગોએ તેમના બે જુદા બેંકના ક્રેડિટ કાર્ડમાંથી કુલ ₹84,763ની રકમ ઉડાવી લીધી. આ બના
Fraud


નવસારી, 02 માર્ચ (હિ.સ.): ચીખલીના એક શિક્ષક સાયબર ઠગોના જાળમાં ફસાયા છે, જ્યાં RTO ઈ-ચલણના નામે મોકલાયેલી શંકાસ્પદ APK ફાઈલ ખોલતા જ તેમનો મોબાઈલ હેક થઈ ગયો. આ ઘટનામાં ઠગોએ તેમના બે જુદા બેંકના ક્રેડિટ કાર્ડમાંથી કુલ ₹84,763ની રકમ ઉડાવી લીધી.

આ બનાવ 30 જાન્યુઆરીનો છે. નીતીનકુમાર મગનલાલ પટેલ, જે ચીખલીની એજ્યુકેશન સોસાયટી કોમ્પ્યુટર સેન્ટરમાં શિક્ષક તરીકે કામ કરે છે, તેમને વોટ્સએપ પર ‘RTO E-CHALAN’ નામની APK ફાઈલ મળી હતી. ફાઈલ ડાઉનલોડ અને ઓપન કરતા જ ફોન પર કંટ્રોલ ગુમાઈ ગયો અને થોડી જ મિનિટોમાં બેંક ટ્રાન્ઝેક્શનના મેસેજ આવવા લાગ્યા.

ઠગબાજોએ HDFC બેંકના ક્રેડિટ કાર્ડથી ₹79,763ની ખરીદી કરીને ફ્લિપકાર્ટ પરથી iPhone 17 ઓર્ડર કર્યો, જ્યારે બેંક ઓફ બરોડાના કાર્ડથી એમેઝોન પરથી ₹5,000 ખર્ચાયા. તપાસમાં જાણવા મળ્યું કે ઓર્ડર નોઈડા વિસ્તારના એક વ્યક્તિના નામે કરવામાં આવ્યો હતો અને ડિલિવરી એડ્રેસ પણ ત્યાંનો જ આપ્યો હતો.

ઘટના બાદ શિક્ષકે તરત જ 1930 સાયબર હેલ્પલાઈન પર સંપર્ક કર્યો અને પોલીસમાં ફરિયાદ નોંધાવી. હાલ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને મળેલા મોબાઈલ નંબરના આધારે તપાસ શરૂ કરી છે. નિષ્ણાતોનું કહેવું છે કે અજાણી APK ફાઈલ ક્યારેય ડાઉનલોડ ન કરવી અને આવી શંકાસ્પદ લિંકથી દૂર રહેવું જોઈએ

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande