
પોરબંદર, 02 માર્ચ (હિ.સ.) પોરબંદરના ર્કિતિમંદિર પોલીસ સ્ટેશનાના ગુન્હામા છેલ્લા છ માસથી નાસતા ફરતા આરોપીને એલીસીબીએ અમદાવાદ ખાતે ઝડપી લીધો હતો પોરબંદરના પારેખ ચકલા વિસ્તારમાં રહેતા ભાવિન ઉર્ફે ડોડો સંજય મોતીવરસ નામના શખ્સે સામે ર્કિતિમંદિર પોલીસ સ્ટેશનમા પ્રોહિબિશન હેઠળ ગુન્હો નોંધવામા આવ્યો હતો.
આ શખ્સ છેલ્લા છ માસથી લાલ શાહીથી નાસતો ફરતો હતો આ શખ્સ અમદાવાદ હોવાની બાતમી એએસઆઈ ગોવિંદ મકવાણા અને હેડ કોન્સ્ટેબલ સલીમ પઠાણને મળી હતી જેના આધારે અમદાવાદ એસજી હાઈવે જૈન દેરાસર પાસેથી એલસીબીએ ઝડપી લીધો હતો અને તેમનો કબ્જો ર્કિતિમંદિર પોલીસને સોંપ્યો હતો આ કામગીરી એલસીબીના પીઆઈ કાંબરીયાના માર્ગદર્શન હેઠળ કરવામા આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya