ચાણસ્મા તાલુકાના બ્રાહ્મણવાડા ગામમાં હોળીના પર્વે 700થી 800 વર્ષ જૂની અનોખી ‘ઝેમ દોડ’ પરંપરા આજે પણ અકબંધ
પાટણ, 02 માર્ચ (હિ.સ.) પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના બ્રાહ્મણવાડા ગામમાં હોળીના પર્વે 700થી 800 વર્ષ જૂની અનોખી ‘ઝેમ દોડ’ પરંપરા આજે પણ અકબંધ છે. ફાગણ સુદ બીજના દિવસે મુહૂર્ત જોવામાં આવે છે અને બપોરે ગોગા મહારાજ મંદિરથી કુળદેવી વેરાઈ માતાના મંદિ
ચાણસ્મા તાલુકાના બ્રાહ્મણવાડા ગામમાં હોળીના પર્વે 700થી 800 વર્ષ જૂની અનોખી ‘ઝેમ દોડ’ પરંપરા આજે પણ અકબંધ


ચાણસ્મા તાલુકાના બ્રાહ્મણવાડા ગામમાં હોળીના પર્વે 700થી 800 વર્ષ જૂની અનોખી ‘ઝેમ દોડ’ પરંપરા આજે પણ અકબંધ


પાટણ, 02 માર્ચ (હિ.સ.) પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના બ્રાહ્મણવાડા ગામમાં હોળીના પર્વે 700થી 800 વર્ષ જૂની અનોખી ‘ઝેમ દોડ’ પરંપરા આજે પણ અકબંધ છે. ફાગણ સુદ બીજના દિવસે મુહૂર્ત જોવામાં આવે છે અને બપોરે ગોગા મહારાજ મંદિરથી કુળદેવી વેરાઈ માતાના મંદિર સુધી આશરે 1.5 કિ.મી. ખુલ્લા પગે દોડ યોજાય છે. પ્રથમ પુત્રની માતાઓ સંતાનના આજીવન નિરોગી સ્વાસ્થ્ય માટે આ કાળઝાળ ગરમીમાં દોડ લગાવે છે.

દોડ પહેલાં પૂજારી શ્રીફળ, સાંકર અને ત્રિશૂળ અર્પણ કરી આશીર્વાદ આપે છે. માન્યતા છે કે જે માતા પ્રથમ આવે, તેનો પુત્ર તંદુરસ્ત રહે; આ વર્ષે ચૌધરી ડિમ્પલ પ્રથમ રહ્યા હતા.

આ વર્ષે 15 જેટલી માતાઓએ પરંપરા નિભાવી, જેમાં એક સંવેદનશીલ ઘટના સૌને ભાવવિભોર કરી ગઈ. ‘ઝેમવાળા’ બાળકની માતા વર્ષાબેન ચિરાગભાઈનું 8 માસ પહેલાં અવસાન થયું હતું. માતાની માનતા પૂરી કરવા અને પરંપરા જાળવવા બાળકના મોટા બા (પાલક માતા)એ ખુદ મેદાનમાં ઉતરી દોડ લગાવી, તેમની મમતાએ ગામજનોના દિલ જીતી લીધા.

ઉત્સવ નિમિત્તે 45 કિલો શુદ્ધ ઘીની સુખડી બનાવી ગામના આશરે 400 ઘરોમાં વહેંચાય છે. દોડ પૂર્ણ થયા બાદ સાંજે હોળી પ્રગટાવવામાં આવે છે અને બાળકના કાકા તેને તેડીને હોળીની પ્રદક્ષિણા કરે છે. આ રીતે શ્રદ્ધા, પરંપરા અને એકતાનો અનોખો મેળાવડો બ્રાહ્મણવાડા ગામમાં ઉજવાય છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande