મહાનગરપાલિકાના સહકારથી મહિલાઓને સ્વરોજગારની સારી તક મળી.
પોરબંદર, 02 માર્ચ (હિ.સ.) હોળી-ધૂળેટીના તહેવારને ધ્યાનમાં રાખીને પોરબંદર શહેરમાં કુદરતી અને આરોગ્ય માટે સુરક્ષિત રંગોના પ્રચાર માટે સખી મંડળો દ્વારા સુંદર પહેલ કરવામાં આવી રહી છે. પોરબંદરના ઝુરીબાગ વિસ્તારમાં રહેતા જય રાંદલ માં સખી મંડળની બહેનો દ
મહાનગરપાલિકાના સહકારથી મહિલાઓને સ્વરોજગારની સારી તક મળી.


મહાનગરપાલિકાના સહકારથી મહિલાઓને સ્વરોજગારની સારી તક મળી.


મહાનગરપાલિકાના સહકારથી મહિલાઓને સ્વરોજગારની સારી તક મળી.


મહાનગરપાલિકાના સહકારથી મહિલાઓને સ્વરોજગારની સારી તક મળી.


પોરબંદર, 02 માર્ચ (હિ.સ.) હોળી-ધૂળેટીના તહેવારને ધ્યાનમાં રાખીને પોરબંદર શહેરમાં કુદરતી અને આરોગ્ય માટે સુરક્ષિત રંગોના પ્રચાર માટે સખી મંડળો દ્વારા સુંદર પહેલ કરવામાં આવી રહી છે. પોરબંદરના ઝુરીબાગ વિસ્તારમાં રહેતા જય રાંદલ માં સખી મંડળની બહેનો દ્વારા હર્બલ કલર તૈયાર કરી તેનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે.

સખી મંડળના સભ્ય નર્મદાબેન ગોહેલએ જણાવ્યું હતું કે તેમના મંડળમાં કુલ 10 બહેનો જોડાયેલી છે અને તમામ બહેનો વર્ષ દરમિયાન વિવિધ સિઝનલ વ્યવસાયો દ્વારા સ્વરોજગાર મેળવી પરિવારને આર્થિક રીતે સહાયરૂપ બને છે. આ વર્ષે હોળી-ધૂળેટીના તહેવારને અનુલક્ષીને મંડળ દ્વારા ખાસ કરીને હર્બલ કલર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મંડળ દ્વારા બનાવવામાં આવતા હર્બલ રંગોમાં કુદરતી ઘટકોનો ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે તે ચામડી, આંખો અથવા પર્યાવરણને કોઈપણ પ્રકારનું નુકસાન કરતા નથી. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા સ્વરોજગારને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે સખી મંડળને સ્ટોલ ફાળવવામાં આવ્યો છે. અહીંથી સખી મંડળની બહેનો આગામી ૪ માર્ચ સુધી હર્બલ કલરનું વેચાણ કરશે. શહેરના નાગરિકોને કુદરતી રંગોથી હોળી ઉજવવા માટે બહેનો દ્વારા અપીલ પણ કરવામાં આવી છે.

આ અવસરે સખી મંડળની બહેન નર્મદાબેન ગોહેલએ પોરબંદર મહાનગરપાલિકાનો સ્ટોલ ફાળવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે મહાનગરપાલિકાના સહકારથી મહિલાઓને સ્વરોજગારના સારા અવસર મળી રહ્યા છે. શહેરમાં આવનારા હોળી-ધૂળેટી તહેવારને ધ્યાનમાં રાખીને આ પહેલને નાગરિકો તરફથી સારો પ્રતિસાદ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande